ભાવનગરમાં જ્યાં એક જ સ્થાનમાં બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે, તે બાર સો મહાદેવ ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે.
ગોહિલવાડ ભાવનગરમાં શિવજીનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક દર્શનીય રહ્યાં છે, તેમાંનું એક વિશેષ સ્થાન છે બાર સો મહાદેવ સ્થાન. અહીંયા એક, બે નહી પરંતુ એક સાથે બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે.
આ મહાદેવ સ્થાનમાં શંકુ આકારની પીઠિકા ઉપર સૌથી કેન્દ્રમાં ઉપર એક શિવલિંગ અને નીચેથી ક્રમશઃ પગથિયા રૂપે આસનમાં વર્તુળાકારે એક હજાર બસો શિવલિંગ બિરાજે છે, જેથી બાર સો મહાદેવ અથવા તળપદી બોલીમાં ‘બાર સે મહાદેવ’ ભાવિકોનાં હૈયામાં રહેલાં છે.
એક જ સ્થાનમાં સ્થાપિત થયેલ નાના નાના આ બાર સો શિવલિંગ દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે અને પ્રદક્ષિણા સાથે વંદના કરતાં રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel