click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
Reading: મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
Share
Aa
One India News
Aa
Search
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર

મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર

Last updated: 2025/04/28 at 12:37 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક – યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં મહુધા પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ કરાઈ રહી છે.

ગત બુધવારની રાત્રિના મહીસા અનારા રોડ પર ખેતાઈ માતાના મંદિર પાછળ ચાર ખેતર અંદર પંચમહાલના યુવક-યુવતીને સ્થાનિક પ્રકાશ નિનામાએ બદઈરાદાપૂર્વક મૌતને ઘાટ ઉતારી દીધા હતાં. પંચમહાલથી પ્રેમલગ્ન કરી એકબીજા સાથે આખી જિંદગી વિતાવવાનાં સપનાં સેવતા ભાગીને ડાકોર ગોમતી ઘાટે ક્યાંક આશરો લેવાની જગ્યા માટે બન્ને યુગલ આમતેમ ભટકતાં હતાં. દરમ્યાન તેઓનો ભેટો મહીસા રહેતાં પ્રકાશ નિનામા સાથે થયો. તે આ યુગલને સુરક્ષિત જગ્યાએ આશરો આપવાની બાંહેધરી આપી મહીસા લાવ્યો હતો. આ નરાધમે યુગલની લાચારી અને ભોળપણનો ફાયદો ઉઠાવવા ગોમતી ઘાટે જ યુક્તિ થડી નાંખી હતી. તે મહીસા ખાતે આ યુગલનાં બાઈક પર જ આવ્યો હતો. તેણે પાંચ વાગ્યાના અરસામાં આ યુગલને રોડ પર આવેલા ખેતાઈ માતાના મંદિરે બેસાડયા અને અંધારૂ થતાં પોતાના ઓળખીતાનાં તબેલે રાતવાસો કરાવવાની ખાતરી આપી હતી. અંધારૂ થતાં યુગલને તબેલામાંથી ખાટલો આપી આશ્રય આપ્યો હતો.

બીજી તરફ તેણે પોતાનાં માટે અને યુગલ માટે ઓળખીતાને ત્યાં ત્રણ લોકોનાં ટિકિન બનાવડાવ્યા હતાં, રાત્રિના આઠ વાગ્યે બન્ને યુગલને ટિફિન પણ પહોંચાડ્યું હતું. બાદમાં તે પોતાનો બદઈરાદો પૂર્ણ કરવાં અધીરો બન્યો હતો. રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ખાટલામાં સૂતેલા યુવકને બોથડ પદાર્થથી ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં યુવતીને માથામાં ફટકા મારી અર્ધબેભાન કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, તે એટલો વિકૃત બન્યો કે તેણે ખેતરમાં પડેલ રાડિયું પણ યુવતીના ગુપ્ત ભાગમાં નાખી અંદર નવ થી દસ સેન્ટીમીટર જેટલા ભાગમાં ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી શુક્રવારે મહુધા કોર્ટમાં રજૂ કરતાં આઠ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતાં.

શુક્રવારે આરોપીને મહુધા સીએચસી ખાતે લઈ જઈ તેનાં સિમેન લેવામાં આવ્યાં હતો. તેમજ પંચમહાલથી યુવક- યુવતી જે બાઈક લઈને આવ્યા હતાં, તે બાઈક પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે. બીજી તરફ પીએમ દરમ્યાન યુવતીના જઠર, આંતરડા, લીવર, ફેફસાં કીડની અને યુટ્સનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-04-28-at-11.30.14-AM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-04-28-at-12.31.44-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-04-28-at-12.32.17-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-04-28-at-12.32.28-PM.mp4

You Might Also Like

180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ

શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય

સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
Next Article કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
Gujarat Kheda ફેબ્રુવારી 10, 2025
શેરબજારમાં નવા સપ્તાહની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 450 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ગગડ્યો
Gujarat ફેબ્રુવારી 10, 2025
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
Bhavnagar Gujarat ફેબ્રુવારી 8, 2025
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
Gujarat Kheda ફેબ્રુવારી 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?