ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. અહીં વનભૂલપુરા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી કબર અને મદરેસાને તોડવા આવેલી પોલીસ અને પ્રશાસનની ટીમ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 30 પોલીસકર્મી સહિત 100 લોકો ઘાયલ થયા હતા. ટોળાએ 100થી વધુ વાહનો અને વનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ સળગાવી દીધું હતું. વનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કફફ્યૂ લાદવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તોફાનીઓને દેખો ત્યાં ગોળી મારવાનો આદેશ આપ્યો હતો.