રાજકોટમાં(Rajkot) 1 અને 2 જૂને યોજાવા જઈ રહેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનકાર્યક્રમનો એકતરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે પહોંચેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.
રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે, લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.. કોંગ્રેસે હિન્દુ સમાજને નજરઅંદાજ કર્યો છે,, હિન્દુ ધર્મની વાત આવે એટલે કોંગ્રેસ અકળાઈ જાય છે.. આ ઉપરાંત વિજય રૂપાણીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સફળ બનાવવાની વાત પણ કરી છે.