click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર : મોદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર : મોદી
Gujarat

નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર : મોદી

ભારતે આજે ગુલામીની માનસિકતાને ત્યજી દીધી : વડાપ્રધાને દેશને નવી સંસદ અર્પણ કરી નવા રસ્તા પર ચાલીને જ નવા કીર્તિમાન સ્થાપિત થાય છે, નવા ભારત પાસે છે નવો જુસ્સો, નવી વિચારધારા, નવી દિશા, નવો દ્રષ્ટિકોણ ઃ વડાપ્રધાન સર્વધર્મ પ્રાર્થના બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાનના હસ્તે નવી સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સંસદમાં જે નિર્ણયો લેવાશે તે દેશના ઉજળા ઇતિહાસનો પાયો નાખશે, ગરીબ, દલિત, આદિવાસી સહિતના દરેક વંચિતોનું સશક્તિકરણ કરશે

Last updated: 2023/05/29 at 11:11 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનના ગેટ નંબર એકમાંથી વડાપ્રધાને પ્રવેશ કર્યો હતો, તેમનું સ્વાગત લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કરાયું હતું. બાદમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારત ન માત્ર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, સાથે સાથે મધર ઓફ ડેમોક્રેસી પણ છે. અને લોકશાહી આપણા સંસ્કાર, વિચાર અને પરંપરા છે. આજે નવા સંસદ ભવનને જોઇને દરેક ભારતીય ગૌરવ લઇ રહ્યો છે. નવા સંસદ ભવનમાં વિરાસત, વાસ્તુ અને કલા, કૌશલ્ય પણ છે. નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકસભાનો આંતરિક હિસ્સો રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારીત છે. રાજ્યસભાનો હિસ્સો રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. અને સંસદના પરિસરમાં રાષ્ટ્રીય વૃક્ષ વડલો પણ છે. દેશની અલગ અલગ રાજ્યો કે વિસ્તારોની વિવિધતાને નવા સંસદ ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ અંગ્રેજોના જમાનાના જુના સંસદ ભવનને પણ યાદ કર્યું હતું, અને કહ્યું હતું કે આજે ભારતે અંગ્રેજો સમયની કોનોલિઅલ માનસિકતાને પાછળ રાખી દીધી છે. અંગ્રેજોના શાસન સમયે બનેલા જુના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન તરફ દેશ આગળ વધ્યો તેને ટાંકીને મોદીએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણું બંધારણ જ આપણો સંકલ્પ છે. જે અટકી જાય છે તેનુ ભાગ્ય પણ અટકી જાય છે, જે ચાલ્યા કરે છે તેનુ ભાગ્ય પણ ચાલતુ રહે છે.

તેથી ચાલતા રહેવું જોઇએ. વર્ષો સુધી વિદેશી શાસકોએ આપણા ગૌરવને આપણી પાસેથી છીનવી લીધુ હતું. આ દરિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક પ્રતિક ગણાતા સેંગોલની પણ સંસદ ભવનમાં સ્થાપના કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ચોલ સામ્રાજ્યમાં આ જ સેંગોલ કર્તવ્ય પથ અને રાષ્ટ્ર પથનું પ્રતિક માનવામાં આવતો હતો. રાજાજીના માર્ગદર્શન હેઠળ આ જ સંગેલો સત્તાના હસ્તાંતરણનું પ્રતિક બન્યો હતો. તમિલનાડુમાંથી અનેક સંતો પણ સંસદ ભવન પહોંચ્યા હતા, જેમને યાદ કરીને મોદીએ કહ્યું હતું કે આ સંતોએ સવારે અમને આશિર્વાદ આપ્યા. તેમના જ માર્ગદર્શન હેઠળ પવિત્ર સેંગોલ સ્થાપિત થયો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે નવા રસ્તા પર ચાલીને જ નવા કીર્તિમાન સ્થાપિત થાય છે. નવુ ભારત નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે. નવો જુસ્સો, નવી સફર, નવી વિચારધારા, નવી દિશા અને દ્રષ્ટિ પણ આજે નવી છે. સંકલ્પ નવો, વિશ્વાસ પણ નવો છે.

નવી લોકસભાના હોલમાં પોતાનું ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશની યાત્રામાં કેટલીક ક્ષણ એવી આવે છે જે હંમેશાને માટે અમર થઇ જાય છે. કેટલીક તારીખો સમયના લલાટ પર ઇતિહાસના હસ્તાક્ષર બની જાય છે. આજે પણ એવો જ અવસર છે, દેશ આઝાદીના ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આજે સવારે જ સંસદના પરિસરમાં સર્વપંથ પ્રાર્થના કરવામાં આવી, હું દેશના દરેક નાગરિકોને ભારતીય લોકશાહીની આ સ્વર્ણિમ ક્ષણ પર શુભેચ્છા પાઠવું છું.

વડાપ્રધાને કહ્યું હતું કે આ માત્ર એક સંસદ ભવન નથી પણ ૧૪૦ કરોડ ભારતવાસિયોંની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. વિશ્વને લોકશાહીનો સંદેશો આપનારંુ મંદિર છે. મોદીએ કહ્યું હતું કે આ સંસદમાં જે પણ નિર્ણયો લેવામાં આવશે તે ભારતના ઉજળા ઇતિહાસનો પાયો નાખશે, ગરીબ, દલિત, આદિવાસીઓ, દિવ્યાંગો, દરેક વર્ગોનું સશક્તિકરણ અહીંથી જ નક્કી થાય છે. આ સંસદ ભવનની દરેક ઇંટો અને દિવાલો દેશના ગરીબોના વિકાસ માટે અર્પણ થવી જોઇએ.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 29, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હિંસા વચ્ચે આજે મણિપુર પહોંચશે અમિત શાહ, ત્રણ દિવસ માટે કરશે પડાવ
Next Article ચૌલ સામ્રાજ્યનો ‘સેંગોલ’ પી.એમ. મોદીએ વૈદિક વિધિથી પૂજન કરી અધ્યક્ષની પીઠીકા પાસે સ્થાપ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?