દિલ્હીમાં 11 ડિસેમ્બરે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે ભાવસભર પ્રાર્થના સભાનું આયોજન કર્યું, જેમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી. આ કાર્યક્રમ દરમિયાન હેમા માલિની ભાવુક બની અને ધર્મેન્દ્રના જીવન સાથે જોડાયેલી અનેક યાદો શેર કરી. ખાસ કરીને તેમણે ખુલાસો કર્યો કે ધરમજીનું એક મહત્વનું સપનું અધૂરું રહી ગયું—ઉર્દૂ કવિતાનું પુસ્તક લખવાનું અને પ્રકાશિત કરવાનું. હેમા માલિનીએ જણાવ્યું કે જ્યારે ધર્મેન્દ્ર ઉર્દૂ કવિતા લખતા, ત્યારે તેમના વ્યક્તિત્વનું એક સુંદર અને અલૌકિક પાસું બહાર આવતું. તેઓ વારંવાર તેમને પુસ્તક લખવા પ્રોત્સાહિત કરતી, કારણ કે તેમની શાયરી ચાહકોને ખૂબ ગમે એવી હતી. ધર્મેન્દ્ર પોતે પણ આ સપનાને લઈને ગંભીર હતા અને આયોજન પણ કરી રહ્યાં હતા, પરંતુ તેને સાકાર કરી શક્યા નહીં.
#WATCH | Delhi: Actor and BJP MP Hema Malini pays floral tributes to her late husband, veteran actor Dharmendra, as she arrives at Ambedkar International Centre for a prayer meet organised in his memory.
Their daughters, Esha and Ahana are also with her. pic.twitter.com/knkhDLxLNo
— ANI (@ANI) December 11, 2025
પ્રાર્થના સભામાં હેમા માલિનીએ પોતાના વ્યક્તિગત જીવન વિશે પણ હૃદયસ્પર્શી વાત કરી. તેમણે કહ્યું કે અનેક ફિલ્મોમાં જેમને સાથે પ્રેમનું પાત્ર ભજવ્યું તે જ વ્યક્તિ જીવનસાથી બની. તેમના વચ્ચેનો પ્રેમ સાચો અને નિષ્ઠાવાન હતો, જેના કારણે તેઓએ અનેક પડકારોનો સામનો હિંમતથી કર્યો અને અંતે લગ્ન કર્યા. ધર્મેન્દ્ર તેમના માટે એક સમર્પિત અને મજબૂત સાથી સાબિત થયા, જે હંમેશા તેમની શક્તિનો સ્તંભ બનીને ઉભા રહ્યાં.
આ પ્રાર્થના સભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા. ફિલ્મી દુનિયાથી કંગના રણૌત અને રવિ કિશન પણ ઉપસ્થિત રહ્યા. હેમા માલિનીની પુત્રીઓ એશા દેઓલ અને આહના દેઓલ પણ પોતાના પિતાના સ્મરણમાં આયોજિત આ ભાવુક ક્ષણોમાં જોડાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ ધર્મેન્દ્રની યાદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના અધૂરા સપનાને યાદ કરવાની અનોખી ક્ષણ બની.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel