માર્ચ 2026માં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે નવો વળાંક આવ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર 10 માર્ચ, 2026ના રોજ અમેરિકી દળોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાનની 16 માઈન-લેઈંગ નૌકાઓને નષ્ટ કરી દીધી છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ નૌકાઓ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે જોખમ ઊભું કરી રહી હતી અને સ્ટ્રેટ વિસ્તારમાં માઈન્સ પાથરવાની તૈયારી કરી રહી હતી.
અમેરિકી સેનાની કાર્યવાહી
અમેરિકી સૈન્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાનની 16 ‘માઈન-લેઈંગ’ બોટને ઉડાવી દેવામાં આવી છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે ગુપ્તચર અહેવાલોમાં જાણવા મળ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય જહાજરાની માર્ગમાં માઈન્સ પાથરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે હજુ સુધી સ્ટ્રેટમાં કોઈ માઈન્સ પાથરાયા હોવાનો સત્તાવાર અહેવાલ સામે આવ્યો નથી.
વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ માર્ગ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. વૈશ્વિક તેલ પુરવઠાના લગભગ 20 ટકા જહાજો આ માર્ગેથી પસાર થાય છે. તેથી અહીં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી અથવા અવરોધ વૈશ્વિક ઊર્જા બજાર પર મોટી અસર કરી શકે છે. અમેરિકી નૌસેના આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાંપતી નજર રાખી રહી છે.
ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા ઈઝરાયેલ ના સમર્થનમાં મક્કમતાથી ઉભું છે અને જો ઈરાન દરિયાઈ માર્ગોમાં દખલગીરી કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસનના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અમેરિકા માટે પ્રથમ પ્રાથમિકતા છે.
મધ્ય પૂર્વમાં વધતો તણાવ
આ ઘટનાને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં વધતી સૈન્ય પ્રવૃત્તિઓને કારણે વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિ પર પણ અસર પડી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel