click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર
Gujarat

અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર

યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે એક મોટો વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ફાળ પડી હતી. સાંજે આશરે 7:22એ થયેલા આ ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના મકાનો અને વાહનોની બારીઓ ધ્રૂજી ઉઠી હતી.

Last updated: 2026/03/24 at 11:40 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસ રાજ્યમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીની પોર્ટ આર્થર રિફાઇનરીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સાંજે લગભગ 7:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનો અને વાહનોની બારીઓ ધ્રૂજી ઉઠી હતી.

વિસ્ફોટ બાદ રિફાઇનરીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા અને આગની જ્વાળાઓ માઇલો દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. આ ઘટનાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આગની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે.

ईरान से जारी जंग के बीच अमेरिका में तेल की कीमतें बढ़ रही थीं, अब टेक्सास के पोर्ट आर्थर में वेलेरो रिफाइनरी में बड़ा विस्फोट हो गया।

स्थानीय पुलिस ने रिफाइनरी के पश्चिमी इलाके के निवासियों को तुरंत आश्रय लेने (Shelter-in-Place) का आदेश दे दिया है।

विस्फोट से ऊंची लपटें और घना… pic.twitter.com/TdK41O2VsO

— One India News (@oneindianewscom) March 24, 2026

જેફર્સન કાઉન્ટીના શેરીફ ઝેના સ્ટીફન્સે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્ફોટ સંભવિત રીતે રિફાઇનરીના હીટિંગ યુનિટ અથવા ઇન્ડસ્ટ્રીયલ હીટરમાં સર્જાયો હોઈ શકે છે. જો કે, ઘટનાની સત્તાવાર તપાસ ચાલુ છે.

આટલી મોટી દુર્ઘટના છતાં રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી કોઈપણ વ્યક્તિના ઈજાગ્રસ્ત થવાના કે મૃત્યુ પામવાના અહેવાલ સામે આવ્યા નથી. વેલેરો એનર્જીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે રિફાઇનરીમાં કાર્યરત તમામ કર્મચારીઓની ગણતરી કરી લેવામાં આવી છે અને દરેક વ્યક્તિ સુરક્ષિત છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને  પોર્ટ આર્થર પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક સુરક્ષા પગલાં લીધા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર, પ્લેઝર આઇલેન્ડ  અને સાબિન પાસના રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ‘શેલ્ટર-ઇન-પ્લેસ’નો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત લોકોને બહાર ન જવા અને જ્યાં છે ત્યાં જ સુરક્ષિત રહેવા કહેવામાં આવ્યું છે.

આ સિવાય Texas Department of Transportationએ SH 82 અને SH 87 હાઇવે પર અવરજવર ટાળવા અપીલ કરી છે અને ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. Sabine Pass ISDએ સાવચેતીના ભાગરૂપે 24 માર્ચના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વિસ્ફોટ અને આગને કારણે હવામાં ઝેરી વાયુઓ ભળવાની શક્યતા ધ્યાનમાં રાખીને Texas Commission on Environmental Quality (TCEQ)ની ટીમો સતત હવાની ગુણવત્તા પર નજર રાખી રહી છે, જેથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.

નોંધનીય છે કે પોર્ટ આર્થર રિફાઇનરી દરરોજ આશરે 4,35,000 બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરે છે. જો આ રિફાઇનરી લાંબા સમય સુધી બંધ રહેશે તો પ્રાદેશિક સ્તરે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે.

હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ માત્ર સત્તાવાર સ્ત્રોતો પરથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, america, Breaking news, internationalnews, iran news, Jefferson County, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oil refinery explosion USA, oneindianews, oneindianewsgujarat, Politics, Port Arthur refinery fire, Port Arthur Texas explosion, refinery fire latest news, Texas emergency alert shelter in place, Texas industrial accident, Texas refinery, Texas refinery explosion, top news channel, topnews, topnewschannelinindia, US oil supply disruption, Valero Energy news, Valero refinery blast 2026, ઓઇલ રિફાઇનરી વિસ્ફોટ યુએસએ, ટેક્સાસ ઔદ્યોગિક અકસ્માત, ટેક્સાસ રિફાઇનરી વિસ્ફોટ, ટેક્સાસમાં કટોકટી ચેતવણી શેલ્ટર સ્થળ પર, પોર્ટ આર્થર ટેક્સાસ વિસ્ફોટ, પોર્ટ આર્થર રિફાઇનરીમાં આગ, યુએસ તેલ પુરવઠો ખોરવાયો, રિફાઇનરીમાં આગના નવીનતમ સમાચાર, વાલેરો એનર્જી સમાચાર, વાલેરો રિફાઇનરી વિસ્ફોટ 2026

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ
Next Article PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?