આગામી “અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ – ૨૦૨૬” માં સનાતન સંસ્થા દ્વારા સ્ટોલ નં. C-35 પર સાધના, આચારધર્મ, આયુર્વેદ, રાષ્ટ્રરક્ષા, ધર્મજાગૃતિ, અધ્યાત્મ, ધર્મશિક્ષણ તથા બાલસંસ્કાર જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર આધારિત અમૂલ્ય ગ્રંથોનું ભવ્ય પ્રદર્શન આયોજિત કરવામાં આવેલું છે.
આ ગ્રંથ પ્રદર્શન ભારતીય પરંપરા અને સનાતન મૂલ્યોનું સાચું દર્શન કરાવશે, જ્યાં મુલાકાતીઓને જ્ઞાન, સંસ્કાર અને આત્મકલ્યાણ માટે એક નવી દિશા પ્રાપ્ત થશે.
તમામ પુસ્તકપ્રેમીઓ, સંસ્કારપ્રેમીઓ, ધર્મપ્રેમીઓ, વાચનપ્રેમીઓ તેમજ સર્વે જાગૃત નાગરિકોને અમારી નમ્ર વિનંતી અને હાર્દિક આમંત્રણ છે કે તેઓ સહ પરિવાર આ મહોત્સવમાં પધારે. સનાતન સંસ્થાના સ્ટોલની મુલાકાત લઈ રાષ્ટ્ર, ધર્મ અને અધ્યાત્મ પર આધારિત આ વિશેષ પ્રદર્શન અને જ્ઞાનગંગાનો અવશ્ય લાભ લે.
કાર્યક્રમની વિગતો:
સ્થળ: સ્ટોલ નં. C-35, ઇવેન્ટ સેન્ટર, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ
તારીખ: ૨૪ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૨૬
સમય: સવારે 11:00 થી રાત્રે 08:00 વાગ્યા સુધી
સાદર,
એડ. (શ્રીમતી) રુચા સુળે
સનાતન સંસ્થા, ગુજરાત
સંપર્ક: ૯૯૧૩૦૬૨૦૧૪
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom












