Skip to content
ગુરુવાર, નવેમ્બર 26, 2026 Ahmedabad 24°C

નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની ઉપસ્થિતિમાં વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

તદઉપરાંત નર્મદા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક અને વાણિજ્ય સંસ્થાઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.