Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

‘આલા રે આલા સુર્યવંશી આલા’ અક્ષય કુમારે હેલિકોપ્ટરમાંથી લગાવી છલાંગ, જુઓ એક્ટરનો ફર્સ્ટ લૂક

‘આલા રે આલા સુર્યવંશી આલા’ અક્ષય કુમારે હેલિકોપ્ટરમાંથી લગાવી છલાંગ, જુઓ એક્ટરનો ફર્સ્ટ લૂક

રોહિત શેટ્ટીએ કોપ યૂનિવર્સની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ અત્યારે ખૂબ ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારથી ફિલ્મને લઈને રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. એવામાં તેના ચાહકો પણ આ મલ્ટીસ્ટારર ફિલ્મનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સામે આવ્યો અક્ષય કુમારનો Frist Look

ફેન્સને એક્સાઈંટમેન્ટને ડબલ કરવા માટે નિર્માતાઓ દરરોજ તેમને ફિલ્મના પાત્રો સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવી રહ્યા છે. તો હવે ફિલ્મમાં એક ફરી એક બીજા સુપર સ્ટારનું નામ રિલીઝ કરવામાં આવ્યું છે. રોહિત શેટ્ટીની આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં હવે સુર્યવંશી એટલે કે અક્ષય કુમારનું નામ પરથી પરદો ઉઠી ગયો છે.

‘આલા રે આલા સુર્યવંશી આલા’ એટીએસ ચીફ વીર સુર્યવંશીની એન્ટ્રીનો સમય, શું તમે તૈયાર છો? આ ફોટોમાં બન્ને હાથમાં રાઈફલ સાથે અક્ષય કુમાર હેલીકોપ્ટરથી છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે. ફેંસ તેના આવા અંદાજમાં જોઈ ખુશીથી ઝુમી ઉઠ્યા છે. અને તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.