બિહાર વિધાનસભાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કર્યા પછી, ભારતીય જનતા પાર્ટીએ હવે ચાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીની ખાસ વાત એ છે કે તેમાં એક મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે — જે ભાજપના સંકેતરૂપ છે કે પક્ષ હવે વિવિધ સમુદાયો સાથે વ્યાપક રાજકીય જોડાણ વધારવા ઈચ્છે છે. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરની રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં બે મહત્વપૂર્ણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બડગામ બેઠક પરથી આગા સૈયદ મોહસિનને અને નગરોટા બેઠક પરથી દેવયાની રાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બંને ઉમેદવારો સ્થાનિક સ્તરે જાણીતા ચહેરા છે અને ભાજપે પ્રદેશીય સંતુલન સાથે સમુદાય આધારિત રાજકીય વ્યૂહરચના બનાવી છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले विधानसभा उप-चुनाव 2025 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/X8RTinCgZn
— BJP (@BJP4India) October 15, 2025
તે ઉપરાંત, ઝારખંડની ઘાટશિલા (એસટી અનામત) બેઠક માટે ભાજપે બાબુલાલ સોરેનના નામની જાહેરાત કરી છે. બાબુલાલ સોરેન આદિવાસી સમાજના પ્રબળ પ્રતિનિધી છે અને તેમની પસંદગી દ્વારા ભાજપે ઝારખંડમાં આદિવાસી વોટબેંકને મજબૂત કરવાનો સંકેત આપ્યો છે.
ભાજપે આ સાથે ઓડિશાની નુઆપાડા બેઠક પરથી જય ઢોલકિયા અને તેલંગાણાની જુબિલી હિલ્સ બેઠક પરથી લંકાલા દીપક રેડ્ડીને પણ ઉમેદવાર બનાવ્યા છે. બંને ઉમેદવારો તેમના રાજ્યમાં સક્રિય રાજકીય અને સામાજિક કાર્ય માટે ઓળખાયેલા છે. આ રીતે ભાજપે કુલ પાંચ બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે — જેમાં પ્રાદેશિક સમીકરણ, સામાજિક સંતુલન અને યુવા નેતૃત્વનું સંતુલિત પ્રતિબિંબ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીર રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સત પાલ શર્માના નામ જાહેર કર્યા હતા. ચૂંટણી પંચે આ ચાર રાજ્યોની પાંચ બેઠકો માટે ત્રણ જુદી-જુદી સૂચનાઓ બહાર પાડી છે, જેના અનુસંધાનમાં ભાજપે ઝડપથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરીને ચૂંટણી મોરચે સક્રિયતા બતાવી છે. આ જાહેરાત બાદ પક્ષના પ્રદેશીય સંગઠનોને પ્રચાર માટે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel