Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, મધ્યપ્રદેશમાં પંજાબના CM સાથે કરશે રોડ શો

અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, મધ્યપ્રદેશમાં પંજાબના CM સાથે કરશે રોડ શો

દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થશે નહીં.

EDએ તાત્કાલિક સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ : CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત કહ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સમન્સ ભાજપના ઈશારે મોકલવામાં આવ્યું છે કારણકે હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે EDએ તાત્કાલિક સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. હવે તે ED સમક્ષ હાજર નહીં થાય અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.