Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

ફિલ્મ Gadar 2 ની રિલીઝ પહેલા ‘ગદર: એક પ્રેમ કથા’ નું ટ્રેલર વાયરલ

ફિલ્મ Gadar 2 ની રિલીઝ પહેલા ‘ગદર: એક પ્રેમ કથા’ નું ટ્રેલર વાયરલ

તેણે કમાણીના મામલે કેટલાક રેકોર્ડ તોડ્યા હતા. 22 વર્ષ બાદ આ ફિલ્મ એક વાર ફરી થિયેટરોમાં જોવા મળશે. મેકર્સે શુક્રવારે ફિલ્મ ગદરનું ટ્રેલર રિલીઝ કર્યુ છે. જેમાં સની દેઓલ, તારા સિંહના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ટ્વીટર પર ગદર ટ્રેલર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. સની દેઓલના ચાહકો ટ્રેલર અંગે ખૂબ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે.

સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગદરનું ટ્રેલર શેર કર્યુ છે જેમાં ફિલ્મના કેટલાક સીન જોવા મળે છે. જ્યારે તારા સિંહ શકીનાને ભારત પરત લાવવા પાકિસ્તાન પહોંચે છે. આ દરમિયાન અશરફ અલી સાથે તારા સિંહનો જોરદાર વિવાદ થાય છે. ટ્રેલર જોઈને ચાહકો ખુશીથી ઝૂમી રહ્યા છે.

સની દેઓલની ફિલ્મ ગદર: એક પ્રેમ કથા 9 જૂન 2023એ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. ગદર 2ની રિલીઝ પહેલા મેકર્સ ફિલ્મને લઈને ચાહકોની યાદોને તાજા કરવા ઈચ્છે છે. આ હેતુથી એક વાર ફરી આ મૂવીને રિલીઝ કરવાનો પ્લાન બનાવાયો છે. ગદર 2 11 ઓગસ્ટ 2023 એ રિલીઝ થશે. આ મૂવીમાં એક વાર ફરી સની દેઓલ તારા સિંહ બનીને પાકિસ્તાન જશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.