Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
શું છે CBSEનો ‘3 લેગ્વેજ’ ફોર્મ્યુલા?
CBSEએ નવી ભાષા વ્યવસ્થા R1, R2 અને R3 તરીકે નક્કી કરી છે:
- R1 (Language 1):
વિદ્યાર્થી જે ભાષામાં સૌથી વધુ પારંગત હોય (જેમ કે ગુજરાતી), તે ભાષા ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે - R2 (Language 2):
બીજી ભાષા મધ્યમ સ્તરે ભણાવવામાં આવશે - R3 (Language 3):
નવી ફરજીયાત ભાષા, જેની શરૂઆત ધોરણ-6થી થશે
અંગ્રેજી હવે ‘વિદેશી ભાષા’
નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર એ છે કે:
- અંગ્રેજીને હવે ‘વિદેશી ભાષા’ તરીકે ગણવામાં આવશે
- વિદ્યાર્થીઓએ બે ભારતીય ભાષા પસંદ કરવી ફરજીયાત રહેશે (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી)
- માત્ર ‘હિન્દી + અંગ્રેજી’થી ધોરણ-10 પાસ શક્ય નહીં રહે
આ બદલાવથી ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।
શાળાઓ માટે મોટો પડકાર
આ નવી નીતિ અમલમાં મૂકવામાં શાળાઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે:
- દક્ષિણ અને પૂર્વ ભારતીય ભાષાઓના શિક્ષકોની અછત
- ઓડિયા, તમિલ જેવી ભાષાઓ માટે યોગ્ય સ્ટાફ ઉપલબ્ધ નથી
- શાળાઓને નવી ભરતી અને વ્યવસ્થા કરવી પડશે
ગણિત અને વિજ્ઞાનમાં ‘એડવાન્સ’ વિકલ્પ
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર એ છે કે:
- ધોરણ-9થી મૈથ્સ અને સાયન્સમાં ‘એડવાન્સ્ડ’ લેવલ ઉમેરાયું
- 25 ગુણનું અલગ એડવાન્સ પેપર હશે
- એડવાન્સ માર્ક્સ કુલ ટકાવારીમાં નહીં જોડાય
- માર્કશીટમાં ‘Advanced Level Pass’નો ઉલ્લેખ થશે
આ વિકલ્પ એન્જિનિયરિંગ અને ટેક્નિકલ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ ફાયદાકારક છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel