Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

ભારતીય શૂટિંગ જગતને મોટો આંચકો : દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જસપાલ રાણાનું 49 વર્ષની ઉંમરે નિધન

ભારતીય શૂટિંગ જગતને મોટો આંચકો : દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જસપાલ રાણાનું 49 વર્ષની ઉંમરે નિધન

ભારતીય રમતજગત માટે શુક્રવારનો દિવસ દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. દેશના દિગ્ગજ પિસ્તોલ શૂટર, પ્રતિષ્ઠિત કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનથી ભારતીય શૂટિંગ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને રમત જગતે પોતાના એક મહાન ખેલાડી તેમજ માર્ગદર્શકને ગુમાવ્યો છે.

માહિતી અનુસાર, જર્મનીના મ્યુનિખમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં ભાગ લીધા બાદ ભારત પરત ફરી રહેલા જસપાલ રાણાની ફ્લાઇટ દરમિયાન અચાનક તબિયત બગડી હતી. તેમને શારીરિક અસ્વસ્થતા અને ગંભીર પીડાની ફરિયાદ થતાં નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તાત્કાલિક સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

NRAIએ કરી સત્તાવાર પુષ્ટિ

ભારતીય શૂટિંગની સર્વોચ્ચ સંસ્થા National Rifle Association of India (NRAI) દ્વારા જસપાલ રાણાના નિધનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી ખેલાડી અને કોચ તરીકે દેશની સેવા કરનાર જસપાલ રાણાના નિધનને ભારતીય શૂટિંગ માટે ક્યારેય ન ભરાય તેવી ખોટ ગણાવવામાં આવી રહી છે.

90ના દાયકામાં ભારતનું ગૌરવ બન્યા

જસપાલ રાણા ભારતના સૌથી સફળ પિસ્તોલ શૂટર્સમાં ગણાતા હતા. 1990ના દાયકામાં તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને અનેક ગૌરવ અપાવ્યા હતા. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમણે ભારત માટે અનેક મેડલ જીત્યા હતા.

તે સમયે ભારતમાં શૂટિંગ રમતનો વ્યાપ મર્યાદિત હતો, પરંતુ જસપાલ રાણાની સફળતાઓએ આ રમતને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સિદ્ધિઓથી પ્રેરાઈને હજારો યુવાનો શૂટિંગ ક્ષેત્રે આગળ આવ્યા હતા.

કોચ તરીકે ઘડ્યા અનેક વર્લ્ડ ક્લાસ શૂટર્સ

પોતાના ખેલાડી જીવન બાદ જસપાલ રાણાએ કોચિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને ત્યાં પણ અસાધારણ સફળતા મેળવી. વર્ષ 2012માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોચિંગ માળખા સાથે જોડાયા હતા અને જુનિયર પિસ્તોલ પ્રોગ્રામની જવાબદારી સંભાળી હતી.

તેમના માર્ગદર્શન હેઠળ ભારતને અનેક વિશ્વસ્તરીય શૂટર્સ મળ્યા હતા. સૌરભ ચૌધરી, અનીશ ભાનવાલા અને ચિંકી યાદવ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓના વિકાસમાં જસપાલ રાણાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

તેમની ટેકનિકલ સમજ, આયોજન ક્ષમતા અને દબાણભરી પરિસ્થિતિમાં ખેલાડીઓને આત્મવિશ્વાસ જાળવવાની કળાએ ભારતીય જુનિયર શૂટિંગ પ્રોગ્રામને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવ્યો હતો.

મનુ ભાકરના સફળતા પાછળના મુખ્ય માર્ગદર્શક

જસપાલ રાણાની કોચિંગ કારકિર્દીનું સૌથી યાદગાર પ્રકરણ ભારતીય સ્ટાર શૂટર મનુ ભાકર સાથે જોડાયેલું રહ્યું છે. મનુ ભાકરની કારકિર્દીના નિર્ણાયક તબક્કામાં જસપાલ રાણાએ મુખ્ય કોચ અને માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

તેમના માર્ગદર્શન હેઠળ મનુ ભાકરે 2024ના Paris Olympics 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી.

રમત પ્રત્યેના તેમના અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2020માં તેમને પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

અંતિમ શ્વાસ સુધી દેશ માટે સક્રિય

જસપાલ રાણાની કુશળતા અને અનુભવને ધ્યાનમાં રાખીને NRAIએ ફેબ્રુઆરી 2025માં તેમને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટના હાઈ-પર્ફોર્મન્સ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ અંતિમ ક્ષણ સુધી ભારતીય શૂટર્સને તાલીમ આપવામાં અને દેશના શૂટિંગ માળખાને મજબૂત બનાવવામાં વ્યસ્ત રહ્યા હતા.

તેમના નિધનથી ભારતે માત્ર એક મહાન શૂટર જ નહીં, પરંતુ આગામી પેઢીના ચેમ્પિયન્સને ઘડનાર એક સાચા દ્રોણાચાર્યને ગુમાવ્યો છે. રમત જગતના અનેક ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓએ તેમના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.