Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ, 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ, 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા

વાપીમાં બનેલો આ હૃદયદ્રાવક અને ચોંકાવનારો કેસ ગુજરાતમાં કાયદાના શાસન અને ઝડપી ન્યાયની અસરકારકતા બતાવતો એક મોટો ઉદાહરણ બન્યો છે. વિશેષ પોક્સો કોર્ટે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ પછી હત્યા કરનારા 42 વર્ષીય આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં આવા દુષ્કૃત્યો સામે કડક સંદેશ આપે છે. સાથે જ કોર્ટએ પીડિત પરિવારને ₹17 લાખનું વળતર પણ અપાવવાનો હુકમ કર્યો છે. ચુકાદા બાદ કોર્ટરૂમમાં હાજર લોકોમાં તેમની આંખોમાં ન્યાય મળ્યાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો.

આ ઘટના વાપીના ડુંગરા વિસ્તારમાં વર્ષ 2023માં બની હતી, જ્યારે એક શ્રમજીવી પરિવારની નાની દીકરી ચોકલેટની લાલચમાં આવતાં આરોપી સાથે ગઈ હતી. તેના પછી આરોપી રઝાકે બાળકી સાથે ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ કર્યું અને ગુનાનું ભાંડુ ન ફૂટે તે માટે તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. સ્થાનિક બાતમીદારો, CCTV ફૂટેજ અને લોકોની મદદથી પોલીસે આરોપીની ઓળખ કરી આખો વિસ્તાર કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો. ડુંગરા પોલીસ સ્ટેશને તરત જ ગુનો નોંધતાં તપાસ ઝડપથી આગળ વધી હતી.

વિશેષ પોક્સો કોર્ટમાં આ કેસની સુનાવણી પણ ઝડપી ગતિએ હાથ ધરાઈ. પીડિત તરફથી સુરતના જાહેર વકીલ નયન સુખડવાલા અને વલસાડના અનિત ત્રિપાઠીએ ધારદાર, તર્કસંગત અને મજબૂત દલીલો રજૂ કરી, જેના કારણે આરોપીને સૌથી કડક સજા – ફાંસી – મળી શકી. પોલીસ દ્વારા સમયસર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાથી કેસમાં કોઈ વિલંબ થયો નહોતો, જે કોર્ટના નિર્ણયમાં મહત્વપૂર્ણ બન્યો.

બાળકીના પરિવારજનોએ આ ઝડપી ન્યાય અને કડક સજાને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. જોકે કાનૂની પ્રક્રિયા અનુસાર, હવે આરોપી રઝાક સુભાન ખાન હાઈકોર્ટમાં અરજી કરીને આ ફાંસીની સજાને પડકારી શકે છે અને તેને આજીવન કેદમાં ફેરવવાનો પ્રયાસ કરી શકે છે. તોયે હાલ માટે, આ ચુકાદો સમાજ માટે એક કડક સંદેશ છે કે બાળકી વિરુદ્ધના જઘન્ય ગુનાઓને કોઈપણ રીતે બખ્ખાત નહીં કરવામાં આવે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.