અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં ગરબાની પ્રસ્તુતિ, વિકાસ ની વાતો કરતો લોકડાયરો કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતિની, આપની ધરોહર, આપણો ઇતિહાસ અને વડાપ્રધાનશ્રી ના સફળ કાર્યોની વાતો કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને અન્ય વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












