વૈશ્વિક સ્તરે ઊભા થયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. Central Consumer Protection Authority (CCPA)એ આવા ચાર્જને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયથી ગ્રાહકોને મોટી રાહત મળવાની શક્યતા છે.
Department of Consumer Affairs દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, હવે કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકોના બિલમાં ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ અથવા ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા વધારાના શુલ્ક ઉમેરી શકશે નહીં. સરકારનું માનવું છે કે આ પ્રકારની વસૂલાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને બિલિંગમાં પારદર્શકતા ઘટાડી દે છે.
#JUSTIN | उपभोक्ताओं के हितों की रक्षा के लिए CCPA ने बड़ा फैसला लिया है। होटलों और रेस्टोरेंट्स द्वारा बिल में ‘LPG चार्ज’, ‘गैस सरचार्ज’ या ‘फ्यूल कॉस्ट रिकवरी’ जैसे अतिरिक्त शुल्क जोड़ने को ‘अनुचित व्यापार व्यवहार’ करार दिया गया है।
प्राधिकरण ने कहा कि ऐसे शुल्क बिना… pic.twitter.com/RKib57SdrY
— PB-SHABD (@PBSHABD) March 25, 2026
CCPAએ Consumer Protection Act 2019ની કલમ 10 હેઠળ એડવાઈઝરી જારી કરી છે, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવા ચાર્જ કોઈપણ રીતે ઓટોમેટિક અથવા ડિફોલ્ટ રીતે વસૂલવા નહીં. આ પગલું National Consumer Helpline (NCH) પર મળેલી અનેક ફરિયાદો અને મીડિયા રિપોર્ટ્સ બાદ લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું હતું કે ઘણી હોટલો મેનૂમાં દર્શાવેલી કિંમત સિવાય અલગથી LPG ચાર્જ ઉમેરી રહી હતી.
સરકારે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ઈંધણ, LPG, વીજળી અને અન્ય ઓપરેશનલ ખર્ચ કોઈપણ વ્યવસાયનો સ્વાભાવિક ભાગ છે અને તેને ગ્રાહકો પાસેથી અલગથી વસૂલવું યોગ્ય નથી. Consumer Protection Act 2019ની કલમ 2(47) મુજબ આવી વસૂલાત ગેરકાયદેસર ગણાય છે. તેથી હોટલ અને રેસ્ટોરન્ટ્સે આ ખર્ચોને મેનૂમાં દર્શાવેલી વાનગીઓની કિંમતોમાં જ સામેલ કરવા પડશે.
એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે કે મેનૂમાં દર્શાવેલી કિંમત જ અંતિમ કિંમત ગણાશે અને તેમાં માત્ર લાગુ પડતા સરકારી ટેક્સ જ અલગથી ઉમેરી શકાય છે. જો કોઈ સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ નિર્ણય ગ્રાહકોના હિતોને સુરક્ષિત કરવા અને દેશભરમાં બિલિંગ સિસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel