click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કઝીન મેરજ UCCમાંથી બાકાત, ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કઝીન મેરજ UCCમાંથી બાકાત, ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Gujarat

કઝીન મેરજ UCCમાંથી બાકાત, ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભામાં UCC બિલ 2026 રજૂ. CM ભૂપેન્દ્ર પટેલનો દાવો – સૌ માટે સમાન કાયદો. લગ્ન, વારસો અને લિવ-ઈન પર નવી જોગવાઈઓ, કોંગ્રેસ-આપનો વિરોધ.

Last updated: 2026/03/25 at 12:10 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત નાગરિક સંહિતા-2026 (UCC)’ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જેને રાજ્યમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય સુધાર તરીકે જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જણાવ્યું કે, “ધર્મ અનેક હોઈ શકે પરંતુ ન્યાય એક જ હોવો જોઈએ,” અને સ્પષ્ટ કર્યું કે UCC કોઈ એક ધર્મ અથવા વ્યક્તિ વિશેષને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો પર લાગુ પડશે.

Contents
UCC હેઠળ મુખ્ય જોગવાઈઓ:કોને લાગુ પડશે અને કોને નહીં:વિપક્ષનો વિરોધ અને રાજકીય વિવાદ:

આ વિધેયક રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ અમલમાં આવશે અને ઉત્તરાખંડ પછી ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. વિધાનસભામાં આ મુદ્દે 9 કલાકથી વધુ ચર્ચા ચાલી હતી, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પોતાની દલીલો રજૂ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી કે UCC હેઠળ કેટલાક સમુદાયોમાં ચાલતી પરંપરાગત કઝિન મેરેજ (લોહીના સંબંધમાં લગ્ન)ને કાયદેસર માન્યતા આપવામાં આવી શકે છે, જો તે તેમની પરંપરાનો ભાગ હોય. સાથે જ તેમણે કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપ માટે નોંધણી ફરજિયાત કરવાનું ઉદ્દેશ વ્યક્તિગત સ્વતંત્રતા છીનવવું નથી, પરંતુ મહિલાઓને કાનૂની સુરક્ષા આપવાનો છે.

કાયદામંત્રી હર્ષ સંઘવીએ બિલના સમર્થનમાં કહ્યું કે UCC કોઈ ધર્મના અધિકારોને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ ખાસ કરીને મહિલાઓને ભેદભાવ અને અત્યાચારથી બચાવવા માટે છે. તેમણે કોર્ટના અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ કાયદો સમાનતા અને ન્યાયના બંધારણીય સિદ્ધાંતોને મજબૂત બનાવે છે.

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે.

સમાન નાગરિક સંહિતાના અમલના લીધે…

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 24, 2026

UCC હેઠળ મુખ્ય જોગવાઈઓ:

1. લગ્ન અને છૂટાછેડા:

UCC હેઠળ લોહીના નજીકના સંબંધોમાં લગ્ન પર પ્રતિબંધ રહેશે, પરંતુ પરંપરાગત કઝિન મેરેજને કેટલીક પરિસ્થિતિમાં માન્યતા મળી શકે છે. લગ્ન નોંધણી 60 દિવસમાં ફરજિયાત રહેશે, નહીં તો ₹10,000 થી ₹25,000 સુધી દંડ થઈ શકે છે. બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ધર્મના આધારે તલાક માન્ય નહીં ગણાય. ઉલ્લંઘન માટે 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

2. વારસાગત હક:

પૈતૃત મિલકતમાં પુત્રીને પુત્ર જેટલો જ હક આપવામાં આવ્યો છે. જો બાળક માતાના ગર્ભમાં હોય તો જન્મ પછી તેને પણ સમાન હક્ક મળશે. વસિયત ન હોય તો માતા-પિતા, પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળશે, અને તેમાં કોઈ ધર્મ આધારિત ભેદભાવ નહીં રાખવામાં આવે.

3. લિવ-ઈન રિલેશનશિપ:

લિવ-ઈન સંબંધ માટે નોંધણી ફરજિયાત રહેશે. 21 વર્ષથી ઓછી ઉંમર હોય તો વાલીઓને જાણ કરવી પડશે. નોંધણી વગર લાંબા સમય સુધી સાથે રહેવા પર જેલ અથવા દંડની જોગવાઈ છે. લિવ-ઈનમાંથી જન્મેલા બાળકને કાયદેસર માન્યતા મળશે અને મહિલાને ભરણપોષણનો અધિકાર મળશે.

કોને લાગુ પડશે અને કોને નહીં:

આ કાયદો ગુજરાતમાં રહેતા તેમજ રાજ્ય બહાર રહેતા ગુજરાતના નાગરિકો પર લાગુ પડશે. કાયદા અમલ પહેલાં અને પછીના લગ્નોને પણ આવરી લેવામાં આવશે. જોકે, આદિજાતિ સમુદાયોને અને બંધારણ દ્વારા સુરક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા સમૂહોને આ કાયદામાંથી છૂટછાટ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયું; જે અંતર્ગત બિલમાં પ્રસ્તાવિત કલમ આ મુજબ છે…

🔹 [કલમ 4(1) – એક પત્ની/એક પતિ વ્રત (Monogamy)નું કડક પાલન]
🔹 [કલમ 8 અને 27 – છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને ન્યાયિક વિચ્છેદનનો સમાન અધિકાર]
🔹 [કલમ 29 અને 38(1) F -…

— Gujarat Information (@InfoGujarat) March 24, 2026

વિપક્ષનો વિરોધ અને રાજકીય વિવાદ:

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બિલનો કડક વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ કાયદાને ચૂંટણીલક્ષી ગણાવ્યો અને લઘુમતી સમુદાયોને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈ અને અન્ય નેતાઓએ જસ્ટિસ રંજના દેસાઈ કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી છે.

લઘુમતી સમુદાયના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ કાયદાનો વિરોધ કરતા જણાવ્યું કે તે બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે અને તેઓ આ મુદ્દે કોર્ટમાં જવાની તૈયારીમાં છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પણ આ કાયદા સામે સવાલો ઉઠાવ્યા છે.

બીજી તરફ, આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ બિલમાં હિંદુ કે મુસ્લિમનો ઉલ્લેખ નથી, પરંતુ વંચિત અને વિચરતી જાતિઓ માટે સ્પષ્ટ માર્ગદર્શન નથી.

ગુજરાતમાં UCC બિલ 2026 રાજ્યના કાયદાકીય માળખામાં મોટો ફેરફાર લાવી શકે છે. એક તરફ સરકાર તેને સમાનતા અને મહિલાઓના સશક્તિકરણ તરફનું પગલું ગણાવી રહી છે, જ્યારે બીજી તરફ વિપક્ષ તેને રાજકીય એજન્ડા તરીકે જોઈ રહ્યો છે. આવનારા દિવસોમાં આ કાયદો કોર્ટ અને રાજકીય મંચ પર વધુ ચર્ચાનો વિષય બનવાની શક્યતા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

TAGGED: @india, Assembly, bhupendra patel, Bhupendra Patel Gujarat CM, Bhupendra Patel UCC, Breaking news, CM Gujarat, gujarat, Gujarat Assembly News, Gujarat UCC Bill 2026, gujarati news, india news, latest news, law, Live-in Registration Law, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Politics, Property Rights Women India, top news, topnews, topnewschannelinindia, UCC, UCC Controversy, UCC Marriage Law India, Uniform Civil Code, Uniform Civil Code Gujarat, કાયદો, ગુજરાત, ગુજરાત યુસીસી બિલ 2026, ગુજરાત વિધાનસભા સમાચાર, ગુજરાતી સમાચાર, તાજા સમાચાર, પ્રોપર્ટી રાઇટ્સ વુમન ઇન્ડિયા, ભારત, ભારત સમાચાર, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલ યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત, યુસીસી, યુસીસી મેરેજ લો ઇન્ડિયા, યુસીસી વિવાદ, રાજકારણ, લિવ-ઇન રજિસ્ટ્રેશન લો, વિધાનસભા, સમાન નાગરિક સંહિતા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 25, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આસામ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : હિમંત બિસ્વા શર્માના મતવિસ્તારમાં ઉમેદવાર સહિત 3 નામાંકન પત્રો રદ
Next Article સંગ્રહખોરી સામે ગુજરાત સરકારનો એક્શન : વાહનની ટેન્ક સિવાય અન્ય કોઈ પાત્રમાં નહીં અપાય ઈંધણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?