દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં લટકતો સ્ટેથોસ્કોપ અને સંપૂર્ણપણે સામાન્ય ડૉક્ટર જેવી દેખાવતી છબી – આ તસવીરે તપાસમાં નવા માર્ગ ખોલ્યા છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, “ડોક્ટર ડેથ” તરીકે ઓળખ બનનાર આ આતંકી જ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ રાખવાનો અને બ્લાસ્ટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હોવાનું માનવામાં આવે છે.
#VIDEO | New CCTV Footage of Jaish Terrorist Umar Mohammad.
Fresh footage shows Umar using two mobile phones while on the run. He was seen inside a Faridabad mobile shop on October 30—pulling one phone out of his bag and giving it to the shopkeeper, while holding another phone in… pic.twitter.com/ADoqojL8ox
— Kushagra Mishra (@m_kushagra) November 15, 2025
બ્લાસ્ટની ઘટના અને તપાસનો વ્યાપ
10 નવેમ્બર 2025ની સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 નજીક કાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને તરત જ એક સુયોજિત આતંકી હુમલો ગણાવવામાં આવ્યો. બ્લાસ્ટ એટલો ઘાતકી હતો કે 13 લોકોના મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાના તરત બાદ NIAએ તપાસ હાથ ધરી અને સમગ્ર દિલ્હી સહિત દેશના મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા કડક કરી દેવામાં આવી.
અસર અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ
ઘટના બાદ 11 થી 13 નવેમ્બર સુધી લાલ કિલ્લો જનતા માટે બંધ રાખવામાં આવ્યો. એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, મેટ્રો નેટવર્ક અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના વધારેલાં પગલાં લેવામાં આવ્યા. બ્રિટન સહિત અનેક દેશોએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરી, જે પ્રકરણની ગંભીરતા દર્શાવે છે.
BIG: Yet another CCTV footage of Delhi Red Fort Suicide Bomber Dr. Umar Nabi at Badarpur Border toll around 8am on Monday when he entered Delhi from Faridabad in Haryana before going to Mayur Vihar, CP and finally Old City Red Fort. Umar was the driver who exploded the car. pic.twitter.com/dYweNQY0jm
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2025
આતંકી નેટવર્ક સાથે શક્ય કનેક્શન
સુરક્ષા એજન્સીઓ માને છે કે આ હુમલાના તાર જૈશ-એ-મોહમ્મદ જેવા આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે. ઉમર મોહમ્મદની ડૉક્ટર વેશમાં મળેલી તસવીર એ દિશામાં મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તે તેની ભેજાબાજી અને હુમલાની તૈયારીના નવા પાસાઓને પ્રકાશિત કરે છે.
હાલ તપાસ ચાલુ છે અને દરેક નવા પુરાવા સાથે કેસમાં નવા મહત્વપૂર્ણ ખુલાસા થતા જઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel