પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રિય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું કાર્યવાહી કરવા અંગે સમાચાર સામે આવ્યા છે. EDની ટીમે IPAC (Indian Political Action Committee) ના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન ખાસ ધ્યાન ખેંચનાર બાબત એ રહી કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સીધા તે સ્થળ પર પહોંચી ગયા, જેના કારણે સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બની ગયો. સૂત્રો અનુસાર, EDની આ કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાઓની તપાસમાં થઈ રહી છે.
તપાસ ટીમ સવારથી જ પ્રતીક જૈનના રહેઠાણ અને ઓફિસ બંને જગ્યાએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસમાં લાગી હતી, જેમાં આ દસ્તાવેજો નાણાકીય ટ્રાન્ઝેક્શન, એકાઉન્ટિંગ રેકોર્ડ અને અન્ય વ્યવહાર સંબંધિત માહિતી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસની અસરને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
TMC का मैनेजमेंट देखने वाली I-PAC पर पड़ा ED का छापा: सूचना मिलते ही कंपनी मालिक के कार्यालय पहुँची ममता बनर्जी, ऑफिस से लैपटॉप-फाइल लेकर निकलीं बाहर#EDRaid #IPAC #MamataBanerjee #TMC #WestBengalPolitics
[ ED Raid, I-PAC, Mamata Banerjee, TMC Documents ] pic.twitter.com/hpP5fcQucI
— One India News (@oneindianewscom) January 8, 2026
આ દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી ઘટના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું આગમન રહી. તેઓ સીધા તપાસ સ્થળે પહોંચ્યા, જે EDના દરોડાને રાજકીય રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે મમતા બેનર્જીનું આ આગમન કેન્દ્રીય એજન્સીઓ સામે વિરોધની રીતે અપાયો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “કેન્દ્રિય એજન્સીઓ અમારી પાર્ટીના હાર્ડ ડિસ્ક અને ચૂંટણી પ્રચારની સામગ્રી કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.” તેમણે સ્પષ્ટ કર્યો કે આ તમામ પ્રક્રિયા માત્ર રાજકીય દબાણ બનાવવા અને TMCને ધમકાવવા માટે કરવામાં આવી રહી છે.
કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ આ કાર્યવાહીથી વધુ ઘેરાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં અગાઉ પણ ED અને અન્ય કેન્દ્રિય એજન્સીઓની કાર્યવાહી અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે તણાવ સર્જાયો હતો. TMC હંમેશાં આ પ્રકારના પગલાં પર આક્ષેપ કરતી આવી રહી છે કે, “કેન્દ્રિય એજન્સીઓ રાજકીય પ્રેરણાથી અને વિરોધીઓને નિશાન બનાવીને અમુક પક્ષને નુકસાન પહોંચાડવા માટે કામ કરી રહી છે.” IPACના પ્રમુખ પ્રતીક જૈનની હાજરી અને તેમની સંસ્થા દ્વારા TMCની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવાતી હોવાથી, આ દરોડાની અસર માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ આગામી સમયમાં રાજ્યના રાજકારણમાં વધારે ઘેરી બની શકે છે. આ કારણે રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના શાસકીય તણાવ, રાજકીય દલીલો અને વિવાદો વધવાની શક્યતા પ્રબળ બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel