ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશના 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ 2026માં હાલના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો માટે 16 માર્ચ, 2026ના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરીને રાજ્યસભાની ખાલી થનારી સીટોને તરત જ ભરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ અને મહત્વની તારીખો
ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ સત્તાવાર ચૂંટણી નોટિફિકેશન જાહેર થશે અને ઉમેદવારી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ રાખવામાં આવી છે, જ્યારે 6 માર્ચે સ્ક્રુટિની પ્રક્રિયા થશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. 16 માર્ચે સવારે મતદાન શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે અને વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા 20 માર્ચ પહેલાં પૂર્ણ કરવાની યોજના છે.
The Election Commission of India has announced biennial elections to the Council of States (Rajya Sabha) to fill 37 seats from 10 states.
Date of polls- 16 March 2026.
Counting of votes will take place on the same day as polling. pic.twitter.com/gv8njEFbgP
— ANI (@ANI) February 18, 2026
કયા રાજ્યોમાં કેટલી બેઠકો ખાલી?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સૌથી વધુ બેઠકો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ખાલી થઈ રહી છે. રાજ્યો પ્રમાણે બેઠકોનું વિતરણ આ મુજબ છે:
-
મહારાષ્ટ્ર – 7 બેઠકો
-
તમિલનાડુ – 6 બેઠકો
-
પશ્ચિમ બંગાળ – 5 બેઠકો
-
બિહાર – 5 બેઠકો
-
ઓડિશા – 4 બેઠકો
-
આસામ – 3 બેઠકો
-
છત્તીસગઢ – 2 બેઠકો
-
હરિયાણા – 2 બેઠકો
-
તેલંગાણા – 2 બેઠકો
-
હિમાચલ પ્રદેશ – 1 બેઠક
આ બેઠકોમાં કેટલાક જાણીતા વર્તમાન સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાંથી શરદ પવાર અને પ્રિયંકા ચતુર્વેદી, તમિલનાડુમાંથી કનિમોઝી અને તિરુચી સિવા તેમજ પશ્ચિમ બંગાળમાંથી સાકેત ગોખલે જેવા નામો સામેલ છે.
મતદાન માટે ખાસ નિયમો અને દેખરેખ
ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. ધારાસભ્યોને મતદાન વખતે માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલી ખાસ જાંબલી રંગની સ્કેચ પેનનો જ ઉપયોગ કરવો પડશે. અન્ય પેનથી આપવામાં આવેલ મત અમાન્ય ગણાશે. ચૂંટણીની પારદર્શિતા જાળવવા માટે સ્પેશિયલ ઓબ્ઝર્વર્સની નિમણૂક પણ કરવામાં આવી છે.
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો પણ આ વર્ષે ખાલી થવાની છે, પરંતુ તેમનો કાર્યકાળ જૂન 2026 સુધીનો હોવાથી આ બેઠકો માટે ચૂંટણી ત્યારબાદ યોજાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel