જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધતી હોવાની જાણકારી આપી હતી, જેના આધારે ભારતીય સેનાએ અને અન્ય સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો અને શંકાસ્પદ હલચલ જોતા જ આતંકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો.
Infiltration bid foiled in Kupwara's Keran sector; terrorists trapped, operation underway
Read @ANI Story | https://t.co/fx18O2T7tp#Kupwara #IndianArmy #Infiltration pic.twitter.com/3ETGCT0qV3
— ANI Digital (@ani_digital) November 8, 2025
જવાબી કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓએ પણ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેના પરિણામે બંને પક્ષ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. લાંબા સમય સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સેનાએ ઘટનાસ્થળેથી હથિયાર અને ગોળાબારૂદનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
#UPDATE | OP Pimple | Two terrorists have been neutralised by the security forces in the ongoing operation. Search of the area in progress: Chinar Corps
A joint operation was launched in the Keran sector of Kupwara. Alert troops spotted suspicious activity and challenged, which… https://t.co/dS755lRhvD pic.twitter.com/AxsCY0mQtk
— ANI (@ANI) November 8, 2025
પ્રાથમિક તપાસ મુજબ, આ આતંકીઓ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરીને આવ્યા હતા અને કોઈ મોટું હુમલાનું ષડયંત્ર ઘડી રહ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારને સેનાએ સીલ કરી દીધો છે અને અન્ય સંભવિત આતંકીઓની શોધખોળ માટે તલાશી ઓપરેશન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો ઉચ્ચ એલર્ટ પર છે અને અથડામણની સ્થિતિ હજુ યથાવત્ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel