Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

સુરતમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમ પહોંચી ઘટનાસ્થળે

સુરતમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમ પહોંચી ઘટનાસ્થળે

સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ  લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.

સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં નંદીની નામની દુકાન આગ લાગી છે. અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે વેપારીઓ આગની ઘટનાની જાણતા જ સ્થળ પર જ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ શરુ કર્યુ હતો. વેપારીઓનું કહેવુ છે કે ટાંકીમાં પાણી ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ થઇ હતી અને આગ બુઝાઇ શકાઇ ન હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.