ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને માનવીય નિર્ણય લઈ 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કોર્ટે આ આદેશ પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપ્યો છે.
તબીબી નિષ્ણાતોની તપાસ અને સલાહ
હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને એક મનોચિકિત્સકની ટીમ દ્વારા પીડિતાની તપાસ કરાવી હતી. ટીમના અભિપ્રાયને આધારે કોર્ટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ કર્યો.
કોર્ટે ખાસ નોંધ્યું કે આ પ્રક્રિયા દરમિયાન નિષ્ણાત ચિકિત્સકો અને એન્થેસ્ટેટિસ્ટની ટીમની ઉપસ્થિતિ રહેશે. હાઈકોર્ટે પીડિતાના શારીરિક અને માનસિક સુરક્ષા હિતને પ્રથમ પ્રાથમિકતા આપીને આ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારને બાળનું રક્ષણ લેવા આદેશ
અદાલતે બાળકની સલામતી અને કાળજી માટે સ્પષ્ટ કર્યું કે, જો પીડિત પક્ષ ગર્ભપાત બાદ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2005 હેઠળ બાળકની તમામ જવાબદારી લેવી પડશે. આમાં તબીબી સહાય અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવી આવશ્યક છે.
આ મામલો 13 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 61(2)(i), 64(1) તેમજ POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પીડિતાના પરિવારજનોને ગર્ભપાત માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો.
હાઈકોર્ટનો આ નિર્ણય માનવીય અભિગમ અને કાનૂની સંરક્ષણ બંનેનું પ્રતિબિંબ છે. ગર્ભપાતની મંજૂરીને કારણે પીડિતાને શારીરિક અને માનસિક સુરક્ષા મળશે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકના કલ્યાણ માટે જરૂરી વ્યવસ્થા કરવાની સુનિશ્ચિતતા પણ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel