Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં

અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી ભારતથી લઇને દુનિયાના અનેક દેશોમાં રહેતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ કેટલાક અંશે અલગ છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોના મનમાં ભયનો માહોલ છે. થોડાક દિવસ પહેલાં ચૂંટણી દરમિયાન બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસા થઇ હતી જેના કારણે દહેશત વધી ગઇ છે.

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ કેટલાક લોકો અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરવા માટે પહોંચવા ઇચ્છુક છે. જોકે ઘર છોડીને ભારત આવવા માટેની તેમની હિંમત થઇ રહી નથી. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પરિવારોનું કહેવું છે કે અમે પણ દર્શન કરવા માટે ઇચ્છુક છીએ. જોકે પરત ફરવાની સ્થિતિમાં અહીંની સ્થિતિને લઇને દહેશતમાં છે.

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે શોભાયાત્રાની મંજૂરી ન હતી

રમણકાલી મંદિરના અધ્યક્ષ ઉત્પલ સાહાએ કહ્યું છે કે જ્યારે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે મૌલાનાઓએ અહીં શોભાયાત્રા કાઢવાની સામે ચેતવણી આપી હતી. અહીં લોકોમાં તેમનાં ઘર અને મંદિરને લઇને ચિંતા હતી. સાહાનું કહેવું છે કે બાંગ્લાદેશમાં જમાત પાર્ટી હિન્દુઓને લઇને સૌથી વધુ નારાજ છે. તેમના માટે હિન્દુ મંદિરોને તોડવાની બાબત સામાન્ય છે. સાહા કહે છે કે ભારતમાં એટલું વિશાળ મંદિર બન્યું છે પરંતુ એક બાંગ્લાદેશી હિન્દુ હોવાના લીધે અને મંદિરના અધ્યક્ષ હોવાના કારણે તેઓ ચિંતાતુર છે. અહીં રહેનાર લોકોને 1993માં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ હિન્દુ પર હુમલા અને વ્યાપક હિંસા હજુ યાદ છે. તેમનું કહેવું છે કે આ સરકારમાં આ હાલત છે તો વિપક્ષી સત્તામાં આવ્યા તો શું થશે ?

મને મારી નહીં પત્ની અને દીકરીની ચિંતા : રૂહીદાસ

રૂહીદાસ પાલ છેલ્લાં 15 વર્ષથી ઢાકેશ્વરી અને રમણકાલી મંદિરમાં કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે રામમંદિરના ઉદ્ઘાટન બાદથી આ માહોલ યોગ્ય નથી. તેઓ કહે છે કે રામમંદિરના ઉદ્ઘાટન બાદથી અહીં માહોલ યોગ્ય નથી. તેઓ કહે છે કે તેમને પત્ની અને દીકરીની સુરક્ષાની ચિંતા વધારે છે. સંબંધીઓને મળવા માટે કોલકાતા પણ જઇ શકતા નથી.

કટ્ટરપંથીઓની ધમકીઓ છતા પણ સરકારનું મૌન

ઢાકેશ્વરી મંદિરના મહાસચિવ રામેન મંડળનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સંખ્યામાં ઓછા છે જે હંમેશા અસુરક્ષાનો અનુભવ કરે છે. સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર મેઘ મલ્હાર બાસુએ કહ્યું કે કેટલાક કટ્ટરપંથી ધમકી આપી રહ્યા છે કે અમે સત્તામાં આવીશું તો મંદિરોને તોડી ત્યાં મસ્જિદો બનાવી દઇશું. જોકે સરકાર મૌન છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.