નેપાળના રાજકારણમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર નોંધાયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના યુવા નેતા બાલેન શાહ (બાલેન્દ્ર શાહ)ને દેશના 47મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામ ચંદ્ર પૌડેલએ બંધારણની કલમ 76(1) હેઠળ તેમની સત્તાવાર નિમણૂક કરી છે. આ નિર્ણય નેપાળની રાજનીતિમાં નવી દિશા દર્શાવતો માનવામાં આવી રહ્યો છે.
ભારત સાથેનું ખાસ કનેક્શન:
બાલેન શાહના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પર ભારતનો ખાસ પ્રભાવ રહ્યો છે. તેમણે પોતાની ઉચ્ચ શિક્ષણ યાત્રા દરમિયાન વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ભારતમાં મેળવેલી ટેકનિકલ સમજ અને અનુભવના આધારે તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં મહત્વપૂર્ણ પરિવર્તનો કર્યા હતા.
बालेन शाह बने नेपाल के सबसे युवा प्रधानमंत्री, रैपर-सिंगर के हाथों में देश की कमान#BalenShah #NepalPM #YoungestPM #RapperToPM #BalenPrimeMinister
[ Balen Shah, Nepal Prime Minister, Youngest PM, Rapper Singer, Rastriya Swatantra Party ] pic.twitter.com/t1KSrl4qwk
— One India News (@oneindianewscom) March 27, 2026
ભવ્ય શપથ ગ્રહણ સમારોહ:
શુક્રવારે બપોરે 12:34 કલાકે બાલેન શાહએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. શપથ ગ્રહણ દરમિયાન સાત શંખનાદકોએ શંખ ફૂંકીને શુભ શરૂઆત કરી હતી, જે નેપાળી સંસ્કૃતિમાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.
ચૂંટણીમાં ઐતિહાસિક જીત:
તાજેતરની ચૂંટણીમાં બાલેન શાહની પાર્ટીએ બે-તૃત્યાંશ બહુમતી સાથે ભવ્ય જીત મેળવી છે. તેમણે પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને તેમના ગઢ ઝાપા-5 વિસ્તારમાં 49,614 મતોના વિશાળ અંતરથી હરાવ્યા હતા. 1991 પછી નેપાળની ચૂંટણીમાં આ સૌથી મોટી જીતોમાંથી એક ગણાઈ રહી છે.
મેયરથી વડાપ્રધાન સુધીની સફર:
1990માં કાઠમાંડુમાં જન્મેલા બાલેન શાહે 2022માં અપક્ષ ઉમેદવાર તરીકે મેયર પદ જીત્યું હતું. માત્ર ચાર વર્ષમાં તેઓ દેશના વડાપ્રધાન બન્યા છે, જે એક અનોખી રાજકીય સફર છે. એક એન્જિનિયર તરીકેનું તેમનું વિઝન હવે સમગ્ર નેપાળના વિકાસ માટે ઉપયોગી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel