Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

ઓસ્ટ્રેલિયન PM સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું – હવે અમે T20 મોડમાં

ઓસ્ટ્રેલિયન PM સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું – હવે અમે T20 મોડમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બાનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. આ સાથે બંને દેશોએ પરસ્પર સહમતિથી સંબંધોને પહેલા કરતા વધુ સારા બનાવવા પર ચર્ચા કરી છે. બેઠકમાં એનર્જી અને ઊર્જા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક બાદ બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના લોકોનો આભાર માન્યો હતો. PM મોદીએ કહ્યું કે હવે આપણે T20 મોડમાં આવી ગયા છીએ. અમારો સંબંધ પરસ્પર વિશ્વાસ અને આદર પર આધારિત છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના લોકો બે દેશો વચ્ચે એક સેતુ સમાન છે.

પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ખાણ અને ખનિજોના ક્ષેત્રને લઈને સકારાત્મક ચર્ચા થઈ છે. બેઠકમાં અમે આગામી દાયકાની રણનીતિ પર ચર્ચા કરી છે. ઓસ્ટ્રેલિયા સાથે સ્થળાંતર અને ગતિશીલતા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રીન હાઇડ્રોજન પર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભારત અને ઓસ્ટ્રેલિયા આર્થિક ક્ષેત્રમાં સહયોગ કરશે.

બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ ભાગલાવાદીઓ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો સ્વીકાર્ય નથી. બેઠકમાં સામેલ થતા પહેલા પીએમ મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ પીએમને એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ગઈકાલે એટલે કે મંગળવારે સિડનીમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને સન્માન છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.