બલ્ગેરિયામાં છેલ્લા ઘણા મહિનાઓથી ઉગ્ર જનઆંદોલન, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને નિષ્ફળ આર્થિક નીતિઓ સામે ચાલતા વ્યાપક વિરોધ પ્રદર્શનો અંતે સત્તાધારી સરકારે પોતાનો પથારો સમેટવો પડ્યો છે. વધી રહેલા દબાણ વચ્ચે પ્રધાનમંત્રી રોસેન જેલ્યાઝકોવ અને તેમની આખી કેબિનેટે અચાનક રાજીનામું આપી દેતાં દેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. સૌથી નોંધનીય વાત એ છે કે રાજીનામાની જાહેરાત સંસદમાં સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાના થોડા જ મિનિટો પહેલા ટેલિવિઝન મારફતે Live કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે સરકારને પોતાનો બહુમતી આધાર તૂટતો દેખાઈ ગયું હતું.
બલ્ગેરિયામાં નાગરિકોનો ગુસ્સો છેલ્લા ઘણાં સમયથી ઉકળતો રહ્યો હતો. સરકાર ભ્રષ્ટાચાર નિયંત્રણ અને અર્થતંત્રને સંભાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી, જેના કારણે રોજગાર, કિંમતો અને જીવનજરૂરિયાતોની સમસ્યાઓ વધી રહી હતી. હજારો લોકો સતત રસ્તાઓ પર ઉતરીને ‘સિસ્ટમ બદલવાની’ માંગ કરી રહ્યા હતા. આલોચનાના કેન્દ્રમાં રહેલા પ્રધાનમંત્રી જેલ્યાઝકોવે રાજીનામું આપતાં કહ્યું કે— “નાગરિકોની માંગણીને અવગણવી શક્ય નથી; યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌએ અમારી જવાબદારી ન નિભાવવાની વાત ઊંચી અવાજે કહી છે. સરકાર તરીકે અમારે લોકોની ઇચ્છાનો માન રાખવો જ પડશે.”
રાજીનામું એ પણ ત્યારે આવ્યું છે જ્યારે બલ્ગેરિયા 1 જાન્યુઆરી, 2026થી યુરોઝોનમાં પ્રવેશવા જઈ રહ્યું છે. એટલા મોટા આર્થિક પરિવર્તન પહેલાં જ રાજકીય અસ્થિરતા વધવાથી દેશ માટે મોટો જોખમ ઉભો થયો છે. વધતા વિરોધોને કારણે સરકારે ગયા અઠવાડિયે 2026નું યુરો-બજેટ પણ પાછું ખેંચવું પડ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે સરકાર પર દબાણ કેટલી ઊંચી સ્તરે પહોંચી ગયું હતું.
છેલ્લાં ચાર વર્ષમાં બલ્ગેરિયામાં સાત વખત રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ ચૂકી છે—આ આંકડો જ બતાવે છે કે દેશમાં રાજકીય અસ્થિરતા અને સામાજિક વિભાજન કેટલું ઊંડું છે. રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ પણ સરકારે તરત રાજીનામું આપવાની જાહેરમાં માગણી કરી ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું— “લોકોના અવાજ અને માફિયા વચ્ચે પસંદગી કરવાની હોય, તો લોકતંત્ર માટે લોકોની તરફેણ જ એકમાત્ર રસ્તો છે.”
હવે સંવિધાન મુજબ રાષ્ટ્રપતિ સંસદની મુખ્ય પાર્ટીઓને નવી સરકાર રચવાનો મોકો આપશે. જો પાર્ટીઓ વચ્ચે સહમતિ નહીં બને તો બલ્ગેરિયામાં એક વચગાળાની સરકારની નિમણૂક કરવામાં આવશે, જે આગામી ચૂંટણી ન થાય ત્યાં સુધી દેશનું સંચાલન સંભાળશે.
આ પરિસ્થિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે બલ્ગેરિયામાં નાગરિકોની શક્તિ કેટલી મજબૂત છે—અને કે ભ્રષ્ટાચાર અને ખરાબ શાસન સામે લોકો હવે મૌન રહેવા તૈયાર નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel