Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં

સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં

ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે.

વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશએ પાકિસ્તાનને સંબોધતા જણાવ્યું કે સંધિઓની પવિત્રતા વિશે વાત કરતા પહેલા માનવ જીવનના મૂલ્યને સમજવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા જવાબદાર દેશ રહ્યું છે, પરંતુ જવાબદારી બંને તરફથી હોવી જોઈએ.

આતંકવાદ મુદ્દે ભારતનું કડક વલણ

ભારતે યાદ અપાવ્યું કે 1960માં સદભાવના સાથે થયેલી સિંધુ જળ સંધિ છતાં પાકિસ્તાને અનેક વખત આ વિશ્વાસનો ભંગ કર્યો છે. ભારત સામે થયેલા ત્રણ યુદ્ધો અને હજારો આતંકી હુમલાઓ આનો પુરાવો છે.

ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. પી. હરીશએ જણાવ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં હજારો નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે અને ભારતની ઉદાર નીતિઓનો કોઈ સકારાત્મક પરિણામ આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે સંધિ ત્યારે જ પુનઃસ્થાપિત થશે જ્યારે પાકિસ્તાન આતંકવાદને આપવામાં આવતો ટેકો કાયમી ધોરણે બંધ કરશે.

‘જળ જીવન મિશન’ની વૈશ્વિક સિદ્ધિ

આ પ્રસંગે ભારતે પોતાના આંતરિક જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ પણ રજૂ કરી. જલ જીવન મિશન હેઠળ ભારત ગ્રામિણ વિસ્તારોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું વિશ્વનું સૌથી મોટું અભિયાન ચલાવી રહ્યું છે.

2019માં શરૂ થયેલા આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 81.76% ગ્રામિણ ઘરો સુધી સુરક્ષિત પાણી પહોંચાડવામાં આવ્યું છે, જે આશરે 1.58 કરોડ પરિવારોને આવરી લે છે. આ અભિયાનમાં મહિલાઓના નેતૃત્વવાળી ગ્રામ જળ સમિતિઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જે સ્થાનિક સ્તરે પાણીના સંચાલન અને વિતરણમાં સહયોગ આપી રહી છે.

ટેક્નોલોજી અને જળ સંચાલન પર ભાર

ભારતે ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક સહયોગ દ્વારા જળ સંચાલન ક્ષેત્રે મજબૂત ક્ષમતા વિકસાવી છે. આ સાથે જ દેશ વૈશ્વિક સ્તરે જળ સુરક્ષા અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ભારતના આ કડક નિવેદનથી સ્પષ્ટ થાય છે કે દેશ હવે આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. સાથે જ, જળ સંચાલન ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ તેને વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધારતી બતાવે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.