ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવચ છે, જે ભારતની ‘નો-ફર્સ્ટ-યુઝ’ પરમાણુ નીતિને વધુ મજબૂત બનાવે છે.
INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે ભારતને સંપૂર્ણ ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) ધરાવતા દેશોની શ્રેણીમાં મજબૂત સ્થાન અપાવે છે. આ સબમરીન લાંબા સમય સુધી પાણીની નીચે રહી દુશ્મન પર અચાનક પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
ઘાતક હથિયારોથી સજ્જ
INS અરિદમન અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ છે. તેમાં 3500 કિમી સુધી મારક ક્ષમતા ધરાવતી K-4 બેલિસ્ટિક મિસાઇલ છે, જે દૂરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. સાથે જ 750 કિમી રેન્જ ધરાવતી સાગરિકા મિસાઇલ ટૂંકા અંતરના હુમલાઓ માટે ઉપયોગી છે.
આ સબમરીનમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જે અગાઉના મોડલ કરતાં વધુ મિસાઇલો સાથે લઈ જવાની ક્ષમતા આપે છે.
• India's S4* SSBN Begins Sea Trials Advancing India’s sea based nuclear deterrent. 🇮🇳
• INS Arihant and INS Arighaat already in Active service with the Indian Navy.
• INS Aridhaman finishing trials, set for commissioning in 2026.
🎥 RP only pic.twitter.com/SyxEL4kLnr
— Defence Core (@Defencecore) December 29, 2025
‘મેક ઇન ઇન્ડિયા’નું શક્તિશાળી ઉદાહરણ
વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનેલી આ સબમરીન 90%થી વધુ સ્વદેશી ટેક્નોલૉજી પર આધારિત છે. ભારતીય એન્જિનિયરો દ્વારા વિકસિત પરમાણુ રિએક્ટર તેને અઠવાડિયા સુધી પાણીની નીચે રહેવાની ક્ષમતા આપે છે.
આ ઉપરાંત, આધુનિક સોનાર સિસ્ટમ અને ટોર્પિડો ટ્યુબ્સ તેને ઊંડા સમુદ્રમાં પણ સુરક્ષિત અને અસરકારક બનાવે છે.
કેમ ખાસ છે INS અરિદમન?
સામાન્ય સબમરીનની સરખામણીમાં પરમાણુ સબમરીનને વારંવાર સપાટી પર આવવાની જરૂર નથી, જેના કારણે તેને શોધવી દુશ્મન માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. INS અરિદમન ભારતને ‘સેકન્ડ સ્ટ્રાઇક’ ક્ષમતા આપે છે, એટલે કે કોઈપણ પરમાણુ હુમલાના જવાબમાં ભારત સમુદ્રમાંથી વળતો પ્રહાર કરી શકે છે.
આ સબમરીનનું નૌસેનામાં આગમન ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે મજબૂત સંદેશ માનવામાં આવી રહ્યું છે કે ભારતની સમુદ્રી સીમાઓ હવે વધુ સુરક્ષિત બની ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel