દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે (11 માર્ચ) બે ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને જરૂરી સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂક્યા હતા.
ચાર વિદેશી નાગરિકોને નાની ઈજાઓ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે ઘાનાના નાગરિકો, એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિકને નાની ઈજાઓ થઈ છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
Authorities confirm that two drones fell in the vicinity of Dubai International Airport (DXB) a short while ago, resulting in minor injuries to two Ghanaian nationals and one Bangladeshi national, and moderate injuries to one Indian national. Air traffic is operating as normal.
— Dubai Media Office (@DXBMediaOffice) March 11, 2026
દુબઈ મીડિયા ઓફિસે કરી પુષ્ટિ
આ ઘટનાની માહિતી Dubai Media Office દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં ચાર વિદેશી નાગરિકોને નાની ઈજાઓ થઈ છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાનો હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક પ્રભાવ પડ્યો નથી. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે અને એરપોર્ટના ઓપરેશન પર કોઈ અસર થઈ નથી.
સુરક્ષા એજન્સીઓએ ડ્રોન ક્રેશના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવી છે અને એરપોર્ટ વિસ્તારની દેખરેખ વધારી દેવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel