Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

સત્ય નદેલા-સુંદર પિચાઇને પાછળ છોડી જયશ્રી ઉલ્લાલ બન્યાં દુનિયાની સૌથી ધનિક ભારતીય મૂળની CEO

સત્ય નદેલા-સુંદર પિચાઇને પાછળ છોડી જયશ્રી ઉલ્લાલ બન્યાં દુનિયાની સૌથી ધનિક ભારતીય મૂળની CEO

વૈશ્વિક ટેકનોલોજી ઉદ્યોગમાં ભારતીય મૂળના સૌથી ધનિક CEOની યાદીમાં હવે ઐતિહાસિક ફેરફાર થયો છે. વર્ષોથી માઈક્રોસોફ્ટના CEO સત્યા નદેલા અને ગૂગલના CEO સુંદર પિચાઈ આ સ્થાન પર ચર્ચામાં રહેતા હતા, પરંતુ હવે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર અરિસ્ટા નેટવર્ક્સના અધ્યક્ષ અને CEO જયશ્રી ઉલ્લાલ દુનિયાની સૌથી ધનિક ભારતીય મૂળની પ્રોફેશનલ CEO બની ગયા છે. હુરુનના રિપોર્ટ મુજબ જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ અંદાજે ₹50,170 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે તેમને નદેલા (અંદાજે ₹9,770 કરોડ) અને પિચાઈ (અંદાજે ₹5,810 કરોડ) કરતા ઘણી આગળ લઈ જાય છે.

જયશ્રી ઉલ્લાલ 2008થી અરિસ્ટા નેટવર્ક્સનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ કંપની ક્લાઉડ નેટવર્કિંગ તથા હાઈ-પરફોર્મન્સ ડેટા સેન્ટર સોલ્યુશન્સના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવી છે. ફોર્બ્સ મુજબ 2024માં અરિસ્ટા નેટવર્ક્સની વાર્ષિક આવક લગભગ 7 અબજ ડોલર રહી હતી, જેમાં લગભગ 20 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીના શેરોમાં આવેલા મોટા ઉછાળાના કારણે, અને તેમાં ઉલ્લાલની આશરે 3 ટકા હિસ્સેદારી હોવાને કારણે, તેમની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો છે.

જયશ્રી ઉલ્લાલનો જન્મ 27 માર્ચ 1961ના રોજ લંડનમાં થયો હતો. બાળપણમાં તેઓ ભારત આવ્યા અને તેમનું પ્રારંભિક શિક્ષણ નવી દિલ્હીમાં થયું. તેમના પિતા પ્રતિષ્ઠિત ભૌતિકશાસ્ત્રી હતા અને IITsની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ પરિવાર અમેરિકા સ્થાયી થયો, જ્યાંથી ઉલ્લાલની વૈશ્વિક કારકિર્દીનો આરંભ થયો. તેમણે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક તથા એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. કારકિર્દીના શરૂઆતના સમયમાં તેમણે AMD અને ફેરચાઈલ્ડ સેમિકન્ડક્ટર જેવી કંપનીઓમાં કામ કર્યું, પરંતુ સિસ્કોમાં તેમની ભૂમિકા તેમની કારકિર્દીનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. સિસ્કોમાં તેમણે સ્વીચિંગ બિઝનેસને મજબૂત બનાવ્યો અને ત્યારબાદ 2008માં અરિસ્ટા નેટવર્ક્સની કમાન સંભાળી. ત્યારે નાની ગણાતી આ કંપનીને તેમણે વૈશ્વિક ટેક જગતમાં એક શક્તિશાળી બ્રાન્ડમાં પરિવર્તિત કરી, અને આજે તેઓ ભારતીય મૂળની સૌથી સફળ અને ધનિક CEO તરીકે ઇતિહાસ રચી ચૂકી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.