Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

કેજરીવાલ હૈદરાબાદમાં સીએમ કે. ચંદ્રશેખર રાવને મળ્યા, કેન્દ્રના વટહુકમ સામે સમર્થન મેળવવાની કવાયત

કેજરીવાલ હૈદરાબાદમાં સીએમ કે. ચંદ્રશેખર રાવને મળ્યા, કેન્દ્રના વટહુકમ સામે સમર્થન મેળવવાની કવાયત

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કેજરીવાલે આ બેઠક દિલ્હી પર લાવવામાં આવેલા કેન્દ્ર સરકારના વટહુકમ સામે સમર્થન મેળવવા માટે કરી છે. આ બેઠકમાં તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા.

આ અગાઉ અરવિંદ કેજરીવાલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રમાં શિવસેના-યુબીટી નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા. પવાર સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે શરદ પવારે અમને ખાતરી આપી છે કે જ્યારે આ બિલ રાજ્યસભામાં આવશે ત્યારે તેને ત્યાં પસાર થવા દઈશું નહીં. આ દિલ્હીની લડાઈ નથી, આ સમગ્ર સંઘીય માળખાની લડાઈ છે. કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવી હતી જેમા તેણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે પલટી નાખ્યો હતો. ટ્રાન્સફર અને પોસ્ટિંગના મામલે કોર્ટે તમામ અધિકારો મુખ્યમંત્રીને આપ્યા હતા પણ કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તમામ અધિકારો ઉપરાજ્યપાલને પાછા આપી દીધા છે. હવે આ વટહુકમ સામે કેજરીવાલ મોદી સરકાર સામે વિપક્ષને એકજૂટ કરવા અને પોતાના માટે સમર્થન મેળવવાની કવાયતમાં લાગેલા છે. કેજરીવાલ ઈચ્છે છે કે જ્યારે કેન્દ્ર સરકાર આ વટહુકમને રાજ્યસભામાં બિલના રૂપમાં લાવે તો સમગ્ર વિપક્ષ એક થઈને તેનો વિરોધ કરે જેથી તે કાયદો ન બને.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.