click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ
Gujarat

ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ કરવામાં આવશે.

Last updated: 2026/03/10 at 4:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત વિકાસના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શહેરોને વધુ સ્માર્ટ અને ટકાઉ બનાવવા માટે અનેક નવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. આ દિશામાં રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કાર્યરત Gujarat Urban Development Mission (GUDM) દ્વારા “લેક એન્ડ એર વોચ” (Lake and Air Watch) નામની મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવશે.

Contents
તળાવો અને હવાની ગુણવત્તા પર રહેશે સતત નજરડિજિટલ પ્લેટફોર્મ અને ₹10 કરોડની જોગવાઈસેટેલાઇટ ટેક્નોલોજીથી તળાવોનું મોનિટરિંગશહેરોમાં સ્થાપિત થશે એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સપર્યાવરણ સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું

તળાવો અને હવાની ગુણવત્તા પર રહેશે સતત નજર

ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે શહેરોમાં તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો અને હવાની ગુણવત્તા પર નકારાત્મક અસર જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ પડકારોને પહોંચી વળવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા વિવિધ વિભાગોમાં ચાલી રહેલી મોનિટરિંગ વ્યવસ્થાઓને એકીકૃત કરીને એક સંકલિત સિસ્ટમ વિકસાવવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા તળાવો અને હવાની ગુણવત્તા અંગેની માહિતી રિયલ-ટાઈમમાં મેળવી શકાશે અને સમયસર પગલાં લેવામાં સરળતા રહેશે.

ડિજિટલ પ્લેટફોર્મ અને ₹10 કરોડની જોગવાઈ

આ પહેલ અંતર્ગત એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, જે રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા અંગે રિયલ-ટાઈમ માહિતી આપશે. આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ દ્વારા તાત્કાલિક એલર્ટ સિસ્ટમ પણ કાર્યરત રહેશે, જેથી પ્રદૂષણ અથવા પાણીની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે તો સંબંધિત વિભાગો ઝડપથી કાર્યવાહી કરી શકે.

સેટેલાઇટ ટેક્નોલોજીથી તળાવોનું મોનિટરિંગ

શહેરોમાં આવેલા તળાવોમાં ગંદકી, કાંપ ભરાવ અને પાણીની ગુણવત્તામાં ઘટાડો જેવી સમસ્યાઓ સામાન્ય બની રહી છે. “લેક એન્ડ એર વોચ” પહેલ હેઠળ સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તળાવોના વિસ્તાર, પ્રદૂષણના સંકેતો અને શેવાળ જેવી પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવશે. આ માહિતીના આધારે તળાવોના સંરક્ષણ માટે સમયસર પગલાં લઈ શકાય તેવું બનશે.

શહેરોમાં સ્થાપિત થશે એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ

આ પહેલ અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા રિયલ-ટાઈમ Air Quality Index (AQI) અંગેની માહિતી પ્રાપ્ત થશે. જો AQIનું સ્તર વધશે તો સિસ્ટમ આપમેળે એલર્ટ જનરેટ કરશે, જેના આધારે સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ શકશે.

પર્યાવરણ સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું

આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરોના તળાવો અને હવાની ગુણવત્તા અંગેની માહિતી રાજ્ય સ્તરે એક ડેશબોર્ડમાં એકત્ર કરવામાં આવશે. આ ડેશબોર્ડમાં મેપ્સ, ટ્રેન્ડ્સ, એલર્ટ અને કાર્યવાહી અંગેની માહિતી ઉપલબ્ધ રહેશે. પરિણામે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને કામગીરી વધુ અસરકારક બનશે. નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ બનશે, જેના કારણે પર્યાવરણ અંગે જનજાગૃતિ વધશે.

“લેક એન્ડ એર વોચ” પહેલ ગુજરાતમાં આબોહવા પરિવર્તન સામે લડવા અને શહેરોના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, air quality index, air quality monitoring Gujarat cities, AQI, bhupendra patel, Bhupendra Patel environment initiative, Breaking news, Chief Minister Bhupendra Patel, CM Gujarat, Environment Protection, GUDM, gujarat, gujarat government, Gujarat Lake and Air Watch initiative, Gujarat Urban Development Mission, Gujarat Urban Development Mission GUDM, gujarati news, Lake and Air Watch, Lake Conservation, lake monitoring Gujarat government, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Smart Cities Gujarat, smart city environment Gujarat, top news channel, topnews, topnewschannelinindia, Urban Development Gujarat, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગુજરાત સરકાર, તળાવ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ ગુજરાત, સ્માર્ટ સિટીઝ ગુજરાત, હવા ગુણવત્તા સૂચકાંક

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
Next Article ‘ધુરંધર 2’નો જબરદસ્ત ક્રેઝ : રિલીઝ પહેલા જ શરૂ થશે પેઇડ પ્રિવ્યૂ શો, ટિકિટના ભાવ આસમાને

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?