એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ અરવલ્લી કેમ્પસ ના તમામ તાલુકા મથક દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી. જેમાં અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ બી એમ પટેલ સાહેબ તથા પી ડી ભરાડા સાહેબ અને લેઉવા ગુણવંત કુમાર સાહેબ અને પેરા લીગલ વોલેન્ટિયર રાધાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં મફત અને સક્ષમ કાનૂની સહાય આપણો બંધારણીય અધિકાર છે અને કાનૂની સેવા સત્તા મંડળની યોજના નો લાભ લેવા માટે વિવિધ ઉદાહરણો દ્વારા ખુબજ સુંદર માહિતી રજુ કરી તાલીમાર્થીઓને મોટીવેટ કર્યા હતા. આચાર્ય ગીતાબેન નીનામા ના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો અને સ્ટાફ પરિવાર જોડાયા હતા.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જયેશ દોશી, આર પી શાહ અને પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન પ્રા. વ્રજેશ પંડ્યા અને આભાર દર્શન પ્રા. રાજેશ પરમારે કર્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel