ગુજરાત સરકારની માર્ગદર્શિકામાં રાજ્યમાં રાંધણગેસ (LPG) પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં LPG વિતરણને સુવ્યવસ્થિત બનાવવા માટે ગેસ એજન્સીઓ તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની નિરીક્ષણ ટીમો સક્રિય છે.
ડિજિટલ સુવિધાઓ દ્વારા ઘર બેઠા LPG ડિલીવરી
ઓઇલ કંપનીઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને સિલિન્ડર સરળતાથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. આ માટે વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVR, મોબાઇલ એપ અને ઓનલાઈન પોર્ટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. નાગરિકો પોતાના રજીસ્ટર્ડ નંબર દ્વારા સિલિન્ડર બુકિંગ કરી શકે છે અને સઘન મોનિટરીંગ હેઠળ સમયસર ડિલીવરી મળી રહી છે.
IOCL માટે બુકિંગ સુવિધા:
-
વોટ્સએપ: 7588888824
-
કોલ: 8454955555
-
SMS/IVRS: 7718955555
-
મોબાઇલ એપ: IndianOil ONE
-
ઓનલાઇન પોર્ટલ: cx.indianoil.in
HP ગેસ માટે બુકિંગ સુવિધા:
-
વોટ્સએપ: 9222201122
-
કોલ: 9493602222
-
SMS/IVRS: 8888823456
-
મોબાઇલ એપ: HP PAY
-
ઓનલાઇન પોર્ટલ: myhpgas.in
ભારતગેસ માટે સરળ બુકિંગ:
-
વોટ્સએપ: 1800224344
-
કોલ: 7710955555
-
SMS/IVRS: 7715012345
-
મોબાઇલ એપ: HelloBPCL
-
ઓનલાઇન પોર્ટલ: my.ebharatgas.com
પાર્ટનર વોલેટ અને બેંકિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ પણ બુકિંગ માટે થઈ શકે છે.
નાગરિકોનું અનુમાન: સમયસર ડિલીવરી
ખેડા જિલ્લાના મહિપાલસિંહ પરમાર, પરેશભાઈ વોરા અને કાલસર ગામના નાઝીમખાન પઠાણે જણાવ્યું કે બુકિંગ કર્યા પછી સિલિન્ડર સરળતાથી અને સમયસર મળે છે. HP અને ઇન્ડેન ગેસ એજન્સીઓ નિયમિત રીતે પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખી રહી છે.
રાજ્યમાં ચુસ્ત દેખરેખ અને મોનિટરિંગ
રાજ્યની તમામ જાહેર અને ખાનગી ગેસ એજન્સીઓમાં રેવન્યૂ અને પોલીસ કર્મચારીઓની ચુસ્ત મોનિટરિંગ ટીમો લાગુ કરવામાં આવી છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે નાગરિકોને સમયસર LPG મળે અને ગેરરીતિ અટકાવવામાં આવે.
રાજ્ય હેલ્પલાઇન: 1800-233-0222
LPG સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222 પર સંપર્ક કરવા માટે નાગરિકોને સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર અને સચોટ માહિતી સતત ઉપલબ્ધ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel