Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

મેકર્સે ‘ટાઈગર 3’ નો નવો પ્રોમો કર્યો રિલીઝ, ઇમરાન હાશ્મી વિલનના રોલમાં જોવા મળ્યો

મેકર્સે ‘ટાઈગર 3’ નો નવો પ્રોમો કર્યો રિલીઝ, ઇમરાન હાશ્મી વિલનના રોલમાં જોવા મળ્યો

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરે પહેલા જ ધૂમ મચાવી દીધી છે. હવે દર્શકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, ભાઈજાનના ચાહકોનો વધુ એક શાનદાર વીડિયો રિલીઝ થયો છે.

‘ટાઈગર 3’માં સલમાન ખાનને ફરી ટાઈગર તરીકે જોવાની દર્શકોની ઈચ્છા પ્રબળ છે. આવી સ્થિતિમાં, ટાઇગર 3 ની દુનિયાની ઝલક આપતા રોમાંચક અને એક્શનથી ભરપૂર વિડિઓ યુનિટ રિલીઝ કર્યું છે. ‘ટાઈગર 3’નો નવો પ્રોમો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મના નવા ટીઝરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. આ એક્શન પ્રોમોમાં સલમાન ખાનને ફિલ્મમાં માસ્ટરમાઇન્ડ અને સુપર એજેન્ટ ટાઇગરના દુશ્મન ઇમરાન હાશ્મી ધમકી આપે છે. ઇમરના હાશ્મીના અને સલમાન ખાનના ડાયલોગ પણ જોરદાર છે. સલમાન ખાન એટલે કે ટાઈગરની ફિલ્મના વિલન ઈમરાન હાશ્મી સાથેની ટક્કર જોવા જેવી છે.

આ વીડિયો જોઇને લાગી રહ્યું છે કે ટાઇગર3 તમામ રેકોર્ડ તોડી શકે છે. દર્શકોને ટાઈગર 3માં નેક્સ્ટ લેવલની એક્શન જોવા મળશે.

ફિલ્મ ‘ટાઈગર 3’ સલમાન ખાનની વર્ષ 2023ની બીજી ફિલ્મ છે.મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ટાઈગર 3’ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન સાથે કેટરીના કૈફ જોવા મળશે. વર્ક ફ્ર્ન્ટની સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આ વર્ષે એટલે કે 2023ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.