યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસ રાજ્યમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીની પોર્ટ આર્થર રિફાઇનરીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સાંજે લગભગ 7:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનો અને વાહનોની બારીઓ ધ્રૂજી ઉઠી હતી.
વિસ્ફોટ બાદ રિફાઇનરીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા અને આગની જ્વાળાઓ માઇલો દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. આ ઘટનાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આગની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે.
ईरान से जारी जंग के बीच अमेरिका में तेल की कीमतें बढ़ रही थीं, अब टेक्सास के पोर्ट आर्थर में वेलेरो रिफाइनरी में बड़ा विस्फोट हो गया।
स्थानीय पुलिस ने रिफाइनरी के पश्चिमी इलाके के निवासियों को तुरंत आश्रय लेने (Shelter-in-Place) का आदेश दे दिया है।
विस्फोट से ऊंची लपटें और घना… pic.twitter.com/TdK41O2VsO
— One India News (@oneindianewscom) March 24, 2026
જેફર્સન કાઉન્ટીના શેરીફ ઝેના સ્ટીફન્સે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્ફોટ સંભવિત રીતે રિફાઇનરીના હીટિંગ યુનિટ અથવા ઇન્ડસ્ટ્રીયલ હીટરમાં સર્જાયો હોઈ શકે છે. જો કે, ઘટનાની સત્તાવાર તપાસ ચાલુ છે.
આટલી મોટી દુર્ઘટના છતાં રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી કોઈપણ વ્યક્તિના ઈજાગ્રસ્ત થવાના કે મૃત્યુ પામવાના અહેવાલ સામે આવ્યા નથી. વેલેરો એનર્જીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે રિફાઇનરીમાં કાર્યરત તમામ કર્મચારીઓની ગણતરી કરી લેવામાં આવી છે અને દરેક વ્યક્તિ સુરક્ષિત છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોર્ટ આર્થર પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક સુરક્ષા પગલાં લીધા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર, પ્લેઝર આઇલેન્ડ અને સાબિન પાસના રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ‘શેલ્ટર-ઇન-પ્લેસ’નો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત લોકોને બહાર ન જવા અને જ્યાં છે ત્યાં જ સુરક્ષિત રહેવા કહેવામાં આવ્યું છે.
આ સિવાય Texas Department of Transportationએ SH 82 અને SH 87 હાઇવે પર અવરજવર ટાળવા અપીલ કરી છે અને ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. Sabine Pass ISDએ સાવચેતીના ભાગરૂપે 24 માર્ચના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વિસ્ફોટ અને આગને કારણે હવામાં ઝેરી વાયુઓ ભળવાની શક્યતા ધ્યાનમાં રાખીને Texas Commission on Environmental Quality (TCEQ)ની ટીમો સતત હવાની ગુણવત્તા પર નજર રાખી રહી છે, જેથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.
નોંધનીય છે કે પોર્ટ આર્થર રિફાઇનરી દરરોજ આશરે 4,35,000 બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરે છે. જો આ રિફાઇનરી લાંબા સમય સુધી બંધ રહેશે તો પ્રાદેશિક સ્તરે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે.
હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ માત્ર સત્તાવાર સ્ત્રોતો પરથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel