ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. મહારાષ્ટ્રના લોકભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અંગે ચર્ચા કરી. PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
#WATCH | Prime Minister Narendra Modi and French President Emmanuel Macron share a hug as they meet at the Lok Bhavan in Mumbai
(Source: DD) pic.twitter.com/jtssPX7ear
— ANI (@ANI) February 17, 2026
3.25 લાખ કરોડની ઐતિહાસિક મેગા ડીલ પર સહમતિ
આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ ભારત અને ફ્રાંસ વચ્ચે થનારી ઐતિહાસિક સંરક્ષણ ડીલ છે. ભારત ફ્રાંસની Dassault Aviation પાસેથી કુલ 114 રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા જઈ રહ્યું છે. અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની આ ડીલ ભારતની આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી ગણાશે. હાઈ લેવલ બેઠક બાદ તેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.
‘આત્મનિર્ભર ભારત’ને મળશે મોટો વેગ
ડીલ મુજબ, 18 રાફેલ વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આયાત કરાશે, જ્યારે બાકીના 96 વિમાનોનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ પગલું ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂત બનાવશે અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે. આ સોદામાં ટેકનોલોજી ટ્રાન્સફર પણ સામેલ છે, જેના કારણે ભારત ભવિષ્યમાં આધુનિક ફાઇટર જેટ્સનું સ્વદેશી ઉત્પાદન કરી શકશે.
#WATCH | प्रधानमंत्री नरेंद्र मोदी ने मुंबई के लोक भवन में फ्रांसीसी राष्ट्रपति इमैनुएल मैक्रों के साथ द्विपक्षीय बैठक की।#NarendraModi #EmmanuelMacron #IndiaFrance #BilateralMeeting #LokBhavan
[ NarendraModi, EmmanuelMacron, BilateralMeeting, Mumbai, LokBhavan ] pic.twitter.com/HZNDCadQhd
— One India News (@oneindianewscom) February 17, 2026
આ ડીલની સૌથી વિશેષ બાબત ‘સુપર રાફેલ’ એટલે કે F-5 વેરિઅન્ટ છે. હાલ ભારતીય વાયુસેના પાસે F-3 વેરિઅન્ટના રાફેલ છે, પરંતુ નવા કરારમાં 24 વિમાન F-5 વર્ઝનના હશે. આ ફાઇટર જેટ્સ અદ્યતન સેન્સર્સ, સ્ટેલ્થ ક્ષમતાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘કિલ-વેબ’ ટેક્નોલોજીથી સજ્જ હશે. આ ક્ષમતાઓ તેને સિક્સ્થ જનરેશન ફાઇટર જેટ્સની સમકક્ષ બનાવે છે. 2030 સુધીમાં આ વિમાનોની ડિલિવરી થવાની અપેક્ષા છે.
ભારતીય વાયુસેનાની શક્તિમાં 50% વધારો
આ મેગા ડીલથી ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતામાં અંદાજે 50 ટકાનો વધારો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી આક્રમકતા વચ્ચે આ ડીલ ભારતની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને સશક્ત કરશે.
આજના કાર્યક્રમ અનુસાર, બેઠક બાદ સાંજે બંને નેતાઓ ‘ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026’નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ, સ્ટાર્ટઅપ્સ તથા સંશોધકોને સંબોધશે. સંરક્ષણ સિવાય વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય, સપ્લાય ચેન અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે.
AI Impact Summitમાં પણ હાજરી આપશે મેક્રોન
ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી AI Impact Summitમાં પણ હાજરી આપશે. આ દરમિયાન બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપતી સાબિત થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel