ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ યુદ્ધને હવે 9 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને 10મા દિવસની શરૂઆત સાથે જ એક મોટો રાજકીય અને સૈન્ય વિકાસ સામે આવ્યો છે. ઈરાનમાં નવા સુપ્રીમ લીડર તરીકે Mojtaba Khameneiના નામની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
નવા સુપ્રીમ લીડર બનતા જ મોજતબા ખામેનેઈએ ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવ્યું હોવાનું ઈરાની મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે. તેમના આદેશ બાદ ઈરાન તરફથી Israel પર અનેક મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ વચ્ચે Bahrainમાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહીં અમેરિકાની અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ MIM-104 Patriotમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
અહેવાલો મુજબ, ઈરાની મિસાઈલને નિશાન બનાવવા માટે તૈયાર કરાયેલ પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ ગડબડને કારણે પોતાના જ વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારો તરફ મિસાઈલ છોડવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે ઈરાનના નવા નેતૃત્વ હેઠળ યુદ્ધ વધુ તીવ્ર બની શકે છે. મોજતબા ખામેનેઈની આક્રમક નીતિ કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel