કર્ણાટકના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ના ટર્મિનલ-2ની અંદર કેટલીક વ્યક્તિઓ દ્વારા નમાજ પઢવામાં આવી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય તોફાન મચી ગયું છે. આ વિડીયોમાં દેખાય છે કે એરપોર્ટના હાઈ-સિક્યોરિટી ઝોનમાં મુસાફરોની હાજરી વચ્ચે કેટલાક લોકો જમીન પર ચટાઈ પાથરી નમાજ અદા કરી રહ્યા છે। ઘટનાને લઈને ભાજપે કોંગ્રેસ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા તથા સરકારના “બેવડા ધોરણ” પર સવાલો ઉઠાવ્યા છે.
કર્ણાટક ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે આ વિડીયો પોતાના X (ટ્વિટર) હેન્ડલ પર શેર કરીને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયાંક ખડગેને સીધો સવાલ કર્યો કે શું તેઓએ “ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ વિસ્તાર”માં નમાજ પઢવાની મંજૂરી આપી છે? તેમણે લખ્યું કે, “બેંગલુરુના ટર્મિનલ 2માં આવી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું આ એરપોર્ટ સુરક્ષાની ગંભીર ચૂક નથી?”
How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?
Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?
Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?
Why is it… pic.twitter.com/iwWK2rYWZa
— Vijay Prasad (@vijayrpbjp) November 9, 2025
વિજય પ્રસાદે કોંગ્રેસ સરકાર પર બેવડા વલણ (double standards) અપનાવવાનો આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે RSS પોતાના પથસંચલન (march) માટે યોગ્ય પરવાનગી મેળવે છે ત્યારે સરકાર વાંધો ઉઠાવે છે, પરંતુ જ્યારે જાહેર સ્થળે નમાજ જેવી ધાર્મિક પ્રવૃત્તિ થાય છે ત્યારે સરકાર “આંખ બંધ કરી લે છે।” તેમણે સવાલ કર્યો કે શું આ વ્યક્તિઓએ એરપોર્ટ સત્તાધિકારીઓ પાસેથી કોઇ મંજૂરી લીધી હતી કે પછી આ ઘટના સંપૂર્ણ રીતે નિયમ વિરુદ્ધ હતી?
વિજય પ્રસાદે વધુમાં કહ્યું કે RSSના કાર્યક્રમો તો હંમેશા કાયદેસર અને પરવાનગી સાથે યોજાય છે, છતાં કોંગ્રેસ સરકાર તેમને રોકવાનો પ્રયાસ કરે છે, જ્યારે એરપોર્ટ જેવી સુરક્ષિત અને પ્રતિબંધિત જગ્યાએ જાહેર રીતે નમાજ પઢવાનું કૃત્ય સરકાર અવગણે છે — જે રાજ્યની સુરક્ષા માટે ગંભીર જોખમરૂપ છે.
ભાજપના આ આક્ષેપો બાદ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ ગયો છે, જ્યાં અનેક યુઝર્સે પણ સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘન અને ધાર્મિક સમાનતાના પ્રશ્નો ઉઠાવ્યા છે। હાલ એરપોર્ટ સત્તાધિકારીઓ અને રાજ્ય પોલીસ આ વિડીયોની તપાસ કરી રહી છે કે ઘટના ક્યારે બની અને સંબંધિત વ્યક્તિઓની ઓળખ શું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel