Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ

₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ

કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું છે. મજ્ઝી હિડમાની સમકક્ષ નક્ષલ કમાન્ડર માનવામાં આવે છે અને તેના પર ₹1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેના સમર્થકો અને અન્ય માઓવાદી કેડરોએ પણ આત્મસમર્પણ દરમિયાન હથિયારો ઊભા મૂકી દીધા. જેમાં ચંદુ ઉસેંડી, લલિતા, જાનકી, પ્રેમ, રામસિંહ દાદા, સુકેશ પોટ્ટમ, લક્ષ્મી, શીલા, સાગર, કવિતા અને યોગીતા સહિતના ઘણા કાર્યકરોનો સમાવેશ થાય છે.

મજ્ઝીની આત્મસમર્પણ સાથે જ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની MMC ઝોનમાં નક્સલવાદ માટેનો ભયંકર ઇતિહાસ ભૂતકાળ બની ગયો છે. આ ઘટના કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોના દાયકાઓના પ્રયત્નોનું પરિણામ છે, જેમાં વામપંથી આતંકને રોકવા અને નક્સલમુક્ત ભારત તરફ ધકેલીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ જાહેર કર્યું છે કે માર્ચ 2026 સુધીમાં સમગ્ર દેશ નક્સલમુક્ત બનશે. અગાઉ પણ અનેક નક્સલીઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે, જ્યારે કેટલાક ઠાર કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટના MMC ઝોન માટે સૌથી મોટા આત્મસમર્પણોમાંની એક ગણાય છે, જે સુરક્ષા દળો અને સરકાર માટે મોટી સફળતા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.