બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર અને 11 નવેમ્બરના બે તબક્કામાં મતદાન યોજાયા હતા. આ વખતે બિહારમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને તબક્કાનું સરેરાશ 67.13 ટકા મતદાન નોંધાયું હતું, જે અગાઉના તમામ રેકોર્ડ તોડનારા આંકડા છે. હવે 14 નવેમ્બરના રોજ આખરે પરિણામો જાહેર થઈ રહ્યા છે અને રાજ્યની સત્તાની ચાવી કોણના હાથમાં જશે તે સ્પષ્ટ થવાનું શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યે તમામ 243 બેઠકો પર પોસ્ટલ બેલેટની ગણતરી સાથે મતગણતરીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 8:30 વાગ્યે EVM મશીનો ખોલવામાં આવ્યા હતા, જેના વલણો ઝડપથી સામે આવવા લાગ્યા.
#WATCH | #BiharElection2025 | Hoarding with "Bihar Ka Matlab Nitish Kumar" comes up near CM residence in Patna as NDA leads on 185 seats as per the EC trends. JD(U) is leading on 81 seats.
Counting continues. pic.twitter.com/6Mns6Fn1Rx
— ANI (@ANI) November 14, 2025
શરૂઆતના જ વલણોમાં NDA ગઠબંધને જબરદસ્ત લીડ મેળવી લીધી હતી અને 190થી વધુ બેઠકો પર આગળ વધી ગયું હતું. NDAમાં ભાજપને શરૂઆતમાં 80 અને પછી 77 બેઠકો સુધી લીડ મળી, JDU 82થી આગળ વધીને 81 સુધી પહોંચી, LJPને 22-23 બેઠક મળી રહી છે અને અન્ય નાના ગઠબંધન ભાગીદારો 5 બેઠક પર આગળ છે. બીજી તરફ મહાગઠબંધનના RJDને 36થી શરૂ કરીને 41 બેઠકો સુધી લીડ મળી રહી છે, કોંગ્રેસ 7થી 10 બેઠક સુધી આગળ છે, જ્યારે VIPનું ખાતું લગભગ ખૂલતું નથી. AIMIM અને પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીની કેટલીક બેઠકો પર લીડની માહિતી પણ સામે આવી રહી છે, જે તેમની હાજરી સૂચવે છે પરંતુ તેમના દ્વારા કુલ પરિણામોમાં મોટો ફેરફાર થતો જોવા મળતો નથી.
બિહારમાં કઈ પાર્ટી ફાયદામાં અને કોને મોટું નુકસાન
| પાર્ટી | 2020 પરિણામ | 2025 લીડ |
| ભાજપ | 74 | 80 |
| જેડીયુ | 43 | 84 |
| આરજેડી | 75 | 37 |
| કોંગ્રેસ | 19 | 7 |
મહુઆ અને રાજપાકડ જેવી મહત્વપૂર્ણ બેઠકો પર રસપ્રદ વલણો જોવા મળ્યા છે. મહુઆથી LJPના સંજય સિંહ 10,301 મતો સાથે આગળ છે, જ્યારે RJDના તેજ પ્રતાપ યાદવ માત્ર 1,500 મતો જ મેળવી શક્યા છે – જે તેમના માટે મોટું અપસેટ માનવામાં આવી રહ્યું છે. રાજપાકડ બેઠક પર JDUના મહેન્દ્ર રામ ત્રીજા રાઉન્ડ સુધી 11,321 મતો સાથે મજબૂત લીડ પર છે.
NDAમાં આગળ વધી રહેલી આ લહેર વચ્ચે ભાજપ માટે એક ચિંતા જનક બાબત સામે આવી – પટણા સાહિબની બેઠક. પરંપરાગત રીતે ભાજપના ગઢ માનાતી આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શશાંત શેખર BJPના યુવા ઉમેદવાર રતનેશ કુમાર સામે મોટા અંતરથી આગળ દેખાઈ રહ્યા છે. પહેલા બે રાઉન્ડમાં તેમની લીડ 5000 સુધી પહોંચી ગઈ હતી, જોકે બાદના રાઉન્ડમાં આ અંતર 3000 સુધી ઘટ્યું.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ NDAને 156 બેઠકો પર લીડ મળી રહી છે, જેમાં ભાજપ 61 અને JDU 63 બેઠક પર આગળ છે. RJD 34 અને કોંગ્રેસ 10 બેઠકો પર લીડ મેળવી રહ્યું છે. આગળના વલણોમાં JDUના પ્રદર્શનએ ખાસ નોંધપાત્ર રીતે ધ્યાન ખેંચ્યું છે. JDU 76 સુધીની લીડ સાથે NDAમાં સૌથી મોટી પાર્ટી રૂપે સામે આવી છે, જ્યારે BJP 69 બેઠકો પર છે. RJD 59થી વધુ લીડ મેળવી રહી છે અને કોંગ્રેસ 16 બેઠકો પર છે. VIP ત્રણ બેઠકો પર લીડમાં છે.
Bihar Assembly Election 2025: Vote counting to begin at 8 am, alongside bypolls across 7 states/UT
Read @ANI Story | https://t.co/u0QLa93wiz#BiharAssemblyElection2025 #Bihar #Votecounting #bypolls #BiharElections #BiharElectionResults pic.twitter.com/d7GSjqkhsR
— ANI Digital (@ani_digital) November 14, 2025
ભાજપના નેતા ગિરિરાજ સિંહે NDAની જીતને આગળ વધારીને કહ્યું કે “હવે બંગાળનો વારો છે” અને ત્યાં પણ NDA જીતશે તેવો દાવો કર્યો. બીજી તરફ, નીતિશ કુમારે પરિણામો આવતાં પહેલા પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ચૂંટણી દરમિયાન સ્વાસ્થ્ય અંગે જે અહેવાલો ચાલી રહ્યા હતા, તેના વચ્ચે નીતિશ કુમાર પ્રચારમાં ખુબ સક્રિય દેખાયા હતા.
કુલ મળીને 243 બેઠકોમાંથી બહુમત માટે 122 બેઠકોની જરૂર છે, અને વલણો પ્રમાણે NDA આ લક્ષ્યાંકને મજબૂતીથી પાર કરી રહ્યું છે. પોસ્ટલ બેલેટ અને EVM બંનેના વલણો NDAની પ્રચંડ જીતનો સંકેત આપી રહ્યા છે, જ્યારે મહાગઠબંધન પાછળ રહી ગયું છે. આખરી પરિણામો આવતા સુધી સ્થિતિમાં નાની-મોટી હિલચાલ થવાની શક્યતા છે, પરંતુ હાલની સ્થિતિ NDAની સ્પષ્ટ ઢબે આગળ વધતી લહેર દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel