Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

આયોવામાં જીવલેણ બર્ડ ફ્લૂના નવા કેસ નોંધાયા

આયોવામાં જીવલેણ બર્ડ ફ્લૂના નવા કેસ નોંધાયા

આયોવામાં બે વેપારી ટર્કી ફાર્મ ફરીથી બર્ડ ફ્લૂથી પ્રભાવિત થયા છે, આ રોગને ફેલાતો અટકાવવા માટે લગભગ 1,00,000 પક્ષીઓણો નાશ કરવામાં આવ્યો છે. આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે સાઉથ ડાકોટામાં ટર્કી ફાર્મ અને ઉટાહના એક ફાર્મમાં અઠવાડિયાની અંદર ચેપગ્રસ્ત વાણિજ્યિક પોલ્ટ્રી ફાર્મને જાણ કરી, જે એપ્રિલ બાદ યુ.એસ.માં નોંધાયેલ રોગચાળાને ચિહ્નિત કરે છે.

12 વાણિજ્યિક પોલ્ટ્રી ફાર્મમાં 500,000 થી વધારે બર્ડ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના જણાવ્યા મૂજબ ઓક્ટોબરમાં દક્ષિણ ડાકોટા, ઉટાહ અને મિનેસોટામાં 12 વાણિજ્યિક પોલ્ટ્રી ફાર્મ પ્રભાવિત થયા છે, જેમાં કુલ 500,000 થી વધારે બર્ડ છે. યુએસડીએના ડેટા અનુસાર, ગયા વર્ષે બર્ડ ફ્લૂને કારણે 47 રાજ્યોમાં અમેરિકન મરઘાં ઉત્પાદકોને લગભગ 59 મિલિયન પક્ષીઓનું નુકસાન થયું હતું.

સરકારને $660 મિલિયનથી વધુનો ખર્ચ થયો

આ પક્ષીઓમાં ઇંડા આપતી મરઘીઓ અને માંસ માટે ઉછેરવામાં આવેલી મરઘીઓનો સમાવેશ થાય છે. જે તે દેશનો અત્યાર સુધીનો સૌથી ભયંકર પ્રકોપ બની ગયો હતો. રોગને કારણે ગ્રાહકો માટે ઇંડા અને ટર્કીના ભાવમાં વધારો થયો અને સરકારને $660 મિલિયનથી વધુનો ખર્ચ થયો છે. ગયા વર્ષે આયોવા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હતું, જેમાં લગભગ 16 મિલિયન પક્ષીઓ માર્યા ગયા હતા, પરંતુ માર્ચથી રાજ્યમાં કોઈ કેસ નોંધાયા નથી.

સરકાર અને નેશનલ પોલ્ટ્રી એસોસિએશને જણાવ્યું હતું કે, આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાએ એવિયન ઈન્ફલ્યુએન્ઝાના બે અલગ-અલગ જાતોના ડઝનેક પ્રકોપને રોકવાના પ્રયાસમાં લગભગ 7.5 મિલિયન મરઘીઓને મારી હતી. કંબોડિયામાં આ વર્ષે બર્ડ ફ્લૂના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.