દિલ્હી બ્લાસ્ટ ઘટનાને લઈને હવે એજન્સી વધુ સક્રિય થઈ ચૂકી છે. આ ઘટના મામલે NIAએ પહેલી ધરપકડ પણ કરી લીધી છે. એજન્સીએ ફિદાયીન આતંકી ઉમર નબીના સહયોગી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. બ્લાસ્ટ થયેલી કાર હ્યુન્ડાઈ i20 તેના નામ પર નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. બ્લાસ્ટના થોડા સમય બાદ જ જમ્મુ-કાશ્મીર પોલીસે પંપોર સ્થિત તેના ઘરેથી તેની ધરપકડ કરી લીધી હતી.
NIAના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ આમિર રાશિદ તરીકે થઈ છે, જેના નામ પર બ્લાસ્ટ થયેલી કાર નોંધાયેલી હતી. દિલ્હીથી તેની ધરપકડ કરવામાં આવી છે. (પૂછપરછ માટે તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો.) દિલ્હી પોલીસે કેસ પોતાના હાથમાં લીધા બાદ એજન્સીએ વ્યાપક અભિયાન ચલાવ્યું હતું.”
પ્રવક્તાએ આગળ કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે અલીએ કથિત આત્મઘાતી હુમલાખોર ઉમર નબી સાથે મળીને આતંકી હુમલાનું કાવતરું રચ્યું હતું. તે સિવાય તે બ્લાસ્ટ થયેલી કારની ખરીદીમાં મદદ માટે દિલ્હી પણ આવ્યો હતો. એજન્સીએ હમણાં સુધીમાં કુલ 73 લોકોની પૂછપરછ કરી છે, જેમાં 10 નવેમ્બરના રોજ થયેલા બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
પ્રવક્તાએ આગળ એવું પણ કહ્યું છે કે દિલ્હી પોલીસ, જમ્મુ-કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ અને વિવિધ એજન્સીઓ સાથે મળીને NIA પોતાની તપાસ આગળ વધારી રહી છે. હાલ એજન્સી બ્લાસ્ટનાં કાવતરાંના મૂળ સુધી પહોંચવા અને આ હુમલામાં સામેલ અન્ય આતંકીઓની ઓળખ માટેના પ્રયાસો કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel