Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

નીતિન ગડકરી આજે અમૃતસરમાં ફરકાવશે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે

નીતિન ગડકરી આજે અમૃતસરમાં ફરકાવશે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી  આજે અમૃતસરમાં દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ (tallest national flag) ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજ ICP અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ એટલો ઉંચો છે કે તે પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે.

આજે સાંજે ફરકાવશે સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસર માં સાંજે 4.15 કલાકે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજની ઊંચાઈ 418 ફૂટ છે. આ રાષ્ટ્રધ્વજ અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ પહેલા નીતિન ગડકરી હરમંદિર સાહિબ ના દર્શન કરશે તેમજ રીટ્રીટ સેરેમની માં પણ ઉપસ્થિત રહેશે. અમૃતસરના ડીસીએ જણાવ્યું હતું કે નીતિન ગડકરી આજે સવારે પહેંચશે અને તેઓ દિલ્હી-કટરા એક્સપ્રેસવે ના કામની સમીક્ષા કરશે. આ પછી ગડકરી હર્ષા ગામનજીક ચાલતા નેશનલ હાઈવે ના કામોની પણ સમીક્ષા કરશે તેમ ડીસીએ વધુમાં જણાવ્યું હતું.

ગડકરી BSF મ્યુઝિયમની પણ મુલાકાત લેશે

આજે નીતિન ગડકરી સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા અટારી બોર્ડર પર રીટ્રીટ સેરેમની નિહાળશે તેમજ BSF મ્યુઝિયમ (BSF Museum)ની પણ મુલાકાત લેશે. સુરક્ષાને પગલે પોલીસ અને પ્રશાસન દ્વારા અધીકારીઓ ને પણ ફરજ પર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારીઓને પણ એલર્ટ (to ensure security) પર કામ કરવા સૂચના (instructed) આપવામાં આવી છે. આ માટે થોડા દિવસો પહેલા વિવિધ વિભાગોના અધિકારીઓની એક સંયુક્ત બેઠક (meeting of officials) પણ યોજાઈ હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.