Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

નીતીશ કુમારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી, જાતિગત વસ્તી ગણતરીના આંકડા અંગે મંથન થશે

નીતીશ કુમારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી, જાતિગત વસ્તી ગણતરીના આંકડા અંગે મંથન થશે

બિહારમાં ગઈકાલે જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યાના એક દિવસ બાદ આજે મુખ્યમંત્રી નીતિશ કુમારે વસ્તીગણતરીના અહેવાલના તારણો રજૂ કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી  છે. આજે બિહારના તમામ પક્ષોની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરીના જાહેર કરાયેલા આંકડા અંગે મંથન કરવામાં આવશે.

ગઈકાલે જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા

બિહારમાં ગઈકાલે નીતિશકુમારની સરકારે જાતીય આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે  છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્તી 36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિના લોકો રહે છે.

રાજ્યમાં 13 કરોડથી વધુ લોકોની વસતી

ગઈકાલે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારે જાતીય આધારિત વસતી ગણતરી પૂર્ણ કરી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. બિહાર સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જાતી આધારિત વસ્તીગણતરીમાં 13 કરોડથી વધુ છે. અધિકારીઓએ ગઈકાલે જણાવ્યું હતું કે જાતિ આધારિત ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.