વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલ તેજીનો સીધો અસર ભારતીય વાયદા બજાર MCX પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું અને ચાંદી બંનેમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓ તરફ વળી રહ્યા છે.
ચાંદીના ભાવમાં આજે રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં ગેપ અપ ઓપનિંગ નોંધાઈ હતી. ગઈકાલે 2,23,941ના બંધ ભાવ સામે આજે 2,32,898 પર ઓપન થયું હતું. દિવસ દરમિયાન ચાંદી ઊંચામાં 2,36,137 સુધી પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવ કરતા આશરે ₹12,196 વધારે છે. હાલમાં ચાંદી 2,34,550ના સ્તરે ટ્રેડ થઈ રહી છે, એટલે કે અત્યાર સુધીમાં ₹10,609 (+4.74%) નો ઉછાળો નોંધાયો છે.
સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 1,42,195ના બંધ ભાવ સામે આજે સોનું 1,46,460 પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનાએ 1,47,925 સુધીની ઊંચી સપાટી સ્પર્શી હતી. હાલ સોનું 1,47,519 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે ગઈકાલ કરતા ₹5,324 (+3.74%) વધારે છે. આ મુજબ સોનામાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹5,700થી વધુનો વધારો નોંધાયો છે.
આ તેજી પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધતો ભૌગોલિક-રાજકીય તણાવ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધતા રોકાણકારો સોનું અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ વધારી રહ્યા છે. સાથે જ અમેરિકન ડોલરના મૂલ્યમાં થતાં ઉતાર-ચઢાવનો પણ કિંમતી ધાતુઓના ભાવ પર સીધો પ્રભાવ પડી રહ્યો છે.
વિશેષજ્ઞોના મત અનુસાર જો વૈશ્વિક તણાવ યથાવત રહેશે, તો આગામી દિવસોમાં પણ સોનું અને ચાંદીના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે. તેથી રોકાણકારો માટે આ સમય મહત્વપૂર્ણ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel